તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છૂટછાટ:હોટલમાં રાત્રે 11:30 વાગ્યા સુધી બેસીને લોકો જમી શકશે, 12 વાગ્યા સુધી કર્ફ્યૂ મુક્તિથી હોટેલ સંચાલકોને રાહત

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રી બજારના વેપારીઓને ફાયદો નહીં થાય તેવો મત રજૂ કરાયો

રાજ્યના 4 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જાહેર કરાતાં શહેરના હોટલ સંચાલકોમાં રાહતની લાગણી પ્રસરી છે. રાત્રી કર્ફ્યૂના કારણે હોટલ પર રાત્રે લોકોને 10 વાગ્યા સુધી જમાડી શકાતા હતા, જ્યારે હવે 11-30 વાગ્યા સુધી જમાડી શકાશે.

જ્યારે કારેલીબાગ રાત્રી બજારના હોટલ સંચાલકોએ જણાવ્યું કે, રાત્રી બજારના વેપારીઓને કોઇ ફરક નહીં પડે, કારણ કે રાત્રી બજાર મોડી રાત સુધી ધમધમે તે જ મૂળ કન્સેપ્ટ છે. 28 ફેબ્રુઆરી સુધી 4 મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે તેવી જાહેરાત કરાઇ હતી. જેથી હોટલ સંચાલકોને રાહત થઈ છે. સયાજીપુરામાં વૈકુંઠ સોસાયટી-2 પાસે સાંઇકૃપા પંજાબી ખાનાના મનોજ ખત્રીએ જણાવ્યું કે, 12 વાગ્યાનો સમય કરાતાં હોટલમાં લોકોને 11-30 વાગ્યા સુધી જમાડી શકાશે, જે અગાઉ 10 વાગે બંધ કરી દેવું પડતું હતું.

બીજી તરફ કારેલીબાગ રાત્રી બજારના હોટલ સંચાલક દિપુ મોતિયાનીએ જણાવ્યું હતું કે, રાત્રી બજારનો મૂળ કન્સેપ્ટ જ એ છે કે મોડી રાત સુધી રાત્રી બજાર ચાલુ રહે. સામાન્ય રીતે રાત્રી બજાર રાત્રે 10 વાગે તો શરૂ થાય છે અને 11-30 વાગ્યા સુધી તો બંધ કરવું પડશે. જેથી રાત્રી બજારના વેપારીઓને કોઇ જ ફાયદો નહીં થાય. કોર્પોરેશને આ કપરા સમયમાં ભાડું માફ કર્યું નથી અને વ્યાજ સાથે વસૂલ કર્યું છે. ભલે રાત્રી કર્ફ્યૂનો સમય 12 વાગ્યાનો કરાયો, પણ રાત્રી બજારમાં લોકો આવવાની શક્યતા ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો