તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોલોજી:સ્માર્ટ ફોન અને ટીવી વાપરતા લોકો ભવિષ્યમાં સ્માર્ટ હોમ તરફ વળશે તેથી હોમ ઓટોેમેશનની માંગ વધશે

વડોદરા16 દિવસ પહેલા
 • કૉપી લિંક

MSUની ફેકલ્ટી ઓફ ફેમેલી એન્ડ કમ્યુનિટી સાયન્સિસના ફેમેલી એન્ડ કમ્યુનિટી રીસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કાર્યરત અસોસિએશન ઓફ હોમ મેનેજમેન્ટ અલ્યુમની (AHMA) દ્વારા ઓનલાઇન લેક્ચર સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત ફેકલ્ટીના વર્તમાન વિદ્યાર્થીએને તેમના કરિયરમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપતા કરિયર કાઉન્સિલિંગ લેક્ચરનું આયોજન કરાયું હતું. આ લેક્ચરમાં ફેકલ્ટીની પૂર્વ વિદ્યાર્થીની અને હાલમાં કેનેડામાં ઇન્ટિરીયર ડિઝાઇનર તરીકે કામ કરતા નિધી દેસાઇ દ્વારા વિદ્યાર્થીઓને કરિયર ઓપોર્ચ્યુનિટિસ ઇન હોમ ઓટોમેશન પર વિદ્યાર્થીઓને માહિતી અપાઇ હતી. નિધી દેસાઇએ જણાવ્યું હતું કે, જે રીતે ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તે પ્રમાણે ભવિષ્યમાં હોમ ઓટોમેશનની માંગ વધશે. લોકો સ્માર્ટ ફોન, ટીવી અને વોચ વાપરતા થયા છે અને ભવિષ્યમાં સ્માર્ટ હોમ તરફ વળશે. રીસોર્સ મેનેજમેન્ટમાં સ્માર્ટ હોમ્સની ફીલ્ડ પસંદ કરવી જોઇએ કારણકે ભવિષ્યમાં હોમ ઓટોમેશનમાં સારી તક ઉભી થશે.

આ ઉપરાંત AHMA દ્વારા સોક્લીનના સંયુક્ત ઉપક્રમે વેસ્ટ મેનેજમેન્ટ ફિલ્ડની તક અને પડકારો વિષય પર લેક્ચર યોજાયુ હતું. જેમા ડો. સુનિત દાબ્કે દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ડો. સુનિત દાબ્કે એ જણાવ્યું હતું કે, ભીન અને સુકા કચરાને જુદો પાડવાથી ખાતર અને પેવર બ્લોક બનાવી શકાય છે. સોલીડ વેસ્ટથી ફર્નિચર પણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો