તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • People Who Did Not Get Vaccine An Elderly Woman Wandered To 3 Centers To Get Vaccinated, Had To Sit For 3 Hours In Sayaji Hospital In Vadodara

વેક્સિનેશનનો ફિયાસ્કો:વડોદરાની સયાજી હોસ્પિટલમાં વેક્સિન ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો, વૃદ્ધ મહિલા રસી લેવા 3 સેન્ટર પર ભટક્યા, 3 કલાક બેસી રહેવુ પડ્યું

વડોદરા3 મહિનો પહેલા
સયાજી હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન વગર વેક્સિન લેવા માટે ગયેલા લોકોને વેક્સિન આપવામાં ન આવતા હોબાળો મચી ગયો હતો
  • સયાજી હોસ્પિટલના કેન્દ્ર પર વેક્સિનના આવેલા જથ્થા કરતા વધુ લોકો વેક્સિન લેવા માટે પહોંચી જતાં અફરાતફરી મચી ગઇ
  • રજિસ્ટ્રેશન વગર વેક્સિન લેવા જતા લોકોને ધરમ ધક્કો પડતા વેક્સિનેસન કેન્દ્રો ઉપર ઘર્ષણ થઇ રહ્યું છે
  • આરોગ્ય અમલદાર કહે છે કે, કો-વેક્સિન અને કોવિશિલ્ડનો 25 હજાર ડોઝ આવી ગયા છે

21 જૂનથી શરૂ થયેલા વેક્સિનેશન મહા અભિયાનમાં જરૂરીયાત મુજબનો વેક્સિનનો જથ્થો આવતો ન હોવાથી વેક્સિનેશન કેન્દ્રો પર વેક્સિન લેવા જતા લોકો અને વેક્સિનેશન સ્ટાફ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. આજે સયાજી હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન વગર વેક્સિન લેવા માટે ગયેલા લોકોને વેક્સિન આપવામાં ન આવતા હોબાળો મચી ગયો હતો. વેક્સિન લેવા માટે ગયેલા વૃદ્ધાને ત્રણ કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું. જોકે, તંત્ર દ્વારા વેક્સિનનો પૂરતો જથ્થો આવી રહ્યો છે અને આવી રહેલા વેક્સિનના જથ્થા મુજબ લોકોને વેક્સિન આપવામાં આવી રહી હોવાનો વાહિયાત દાવો કરવામાં આવ્યો હતો.

લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી
સમગ્ર દેશમાં 21 જૂનથી વેક્સિન મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 260 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. મહા અભિયાનના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો ઉપર વેક્સિનેશનની કામગીરી થઇ હતી. ત્યાર બાદ વેક્સિનનો પુરતો જથ્થો ન આવતા તંત્રને વેક્સિનના આવી રહેલા જથ્થા મુજબ કેન્દ્રો ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. આજે વડોદરામાં 170 કેન્દ્રો ઉપર વેક્સિનેશનની કામગીરી ચાલુ રહી હતી. જેમાં સયાજી હોસ્પિટલના કેન્દ્ર ઉપર વેક્સિનના આવેલા જથ્થા કરતા વધુ લોકો વેક્સિન લેવા માટે પહોંચી જતાં અફરાતફરી મચી ગઇ હતી. વેક્સિન ન મળતા લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

વેક્સિન ન મળતા લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી
વેક્સિન ન મળતા લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી

વેક્સિનેસન કેન્દ્રો ઉપર ઘર્ષણ થઇ રહ્યું છે
વેક્સિનેશનના મહા અભિયાનમાં સ્થળ ઉપર રજિસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ, વેક્સિનેશન કેન્દ્રો ઉપર પ્રથમ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લેવા માટે આવતા લોકોને પ્રથમ તક વેક્સિન આપવામાં આવે છે. પરિણામે રજિસ્ટ્રેશન વગર વેક્સિન લેવા જતા લોકોને ધરમ ધક્કો પડતા વેક્સિનેસન કેન્દ્રો ઉપર ઘર્ષણ થઇ રહ્યું છે. વેક્સિનેશન કેન્દ્રો પૈકીના સયાજી હોસ્પિટલના વેક્સિનેશન કેન્દ્ર ઉપર રજિસ્ટ્રેશન વગર વેક્સિન લેવા માટે પહોંચી ગયેલા લોકોનો ધસારો થઇ ગયો હતો, પરંતુ, સયાજી હોસ્પિટલના કેન્દ્ર ઉપર રજિસ્ટ્રેશન વગરના લોકોને વેક્સિન આપવામાં ન આવતા તેઓએ હોબાળો મચાવ્યો હતો. મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

સયાજી હોસ્પિટલમાં મુક-બધિર લોકોને પણ વેક્સિન લેવા માટે કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડી હતી
સયાજી હોસ્પિટલમાં મુક-બધિર લોકોને પણ વેક્સિન લેવા માટે કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડી હતી

મુક-બધિર લોકોને વેક્સિન લેવા માટે કલાકો સુધી બેસી રહેવુ પડ્યુ
સયાજી હોસ્પિટલમાં વેક્સિન લેવા માટે થયેલા ભારે ધસારા વચ્ચે વૃદ્ધા હેમલતાબહેન પહોંચ્યા હતા. હેમલતાબહેન રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લેવા માટે પહોંચ્યા હોવા છતાં, તેઓને ત્રણ કલાક બેસી રહેવાની ફરજ પડી હતી. હેમલતાબહેને જણાવ્યું હતું કે, મારા બે પગમાં તકલિફ છે. હું અગાઉ અલકાપુરી અને કડકબજારમાં વેક્સિન લેવા માટે ગઇ હતી. પરંતુ, ત્યાં વેક્સિન સ્ટોક ન હોવાનું જણાવતા સયાજી હોસ્પિટલમાં આવી છું. અહિં સિનિયર સિટીઝન માટે કોઇ વ્યવસ્થા ન હોવાથી મારે ત્રણ કલાક બેસી રહેવું પડ્યું છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં મુક-બધિર લોકોને પણ વેક્સિન લેવા માટે કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડી હતી. તેઓએ પણ પોતાની સાંકેતિક ભાષામાં મુક-બધિર લોકો માટે વેક્સિનેશન માટે અલાયદી વ્યવસ્થા કરવાની લાગણી વ્યક્ત કરી હતી.

વેક્સિનના જથ્થા મુજબ લોકોને વેક્સિન આપવામાં આવી રહી હોવાનો વાહિયાત દાવો કરવામાં આવ્યો હતો
વેક્સિનના જથ્થા મુજબ લોકોને વેક્સિન આપવામાં આવી રહી હોવાનો વાહિયાત દાવો કરવામાં આવ્યો હતો

આરોગ્ય અમલદાર કહે છે કે, કો-વેક્સિન અને કોવિશિલ્ડનો 25000 ડોઝ આવી ગયા છે
વેક્સિનેશન મહા અભિયાનમાં વેક્સિનનો જથ્થો ઓછો આવી રહ્યો હોવાના કારણે પડી રહેલી લોકોને મુશ્કેલી અંગે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, વેક્સિનનો પુરતો જથ્થો આવી રહ્યો છે. જે રીતે વેક્સિનનો જથ્થો આવી રહ્યો છે. તે રીતે વેક્સિન આપવામાં આવી રહી છે. રોજ રાત્રે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવતા વેક્સિનના જથ્થા મુજબ કેન્દ્રો નક્કી કરવામાં આવી રહ્યા છે અને લોકોને વેક્સિન આપવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં 70 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આજે 30 હજાર લોકોને વેક્સિન આપવાનું લક્ષ્યાંક છે. તે મુજબ 25000 કો-વેક્સિન અને કોવિશિલ્ડનો જથ્થો આવી ગયો છે.

મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી
મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી

જિલ્લા આરોગ્ય અધિકારી કહે છે કે, રોજ 100 કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે
વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને જણાવ્યું હતુ કે, વડોદરા જિલ્લામાં પ્રતિદિન 100 ટકા વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે. 21 જૂનથી શરૂ થયેલા વેક્સિન મહા અભિયાન અંતર્ગત 44 ટકા વેક્સિનેશનની કામગીરી પૂરી થઇ ગઇ છે. વડોદરા જિલ્લામાં પ્રતિદિન 100 કેન્દ્રો ઉપર વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે. જે પ્રમાણે વેક્સિનનો જથ્થો આવી રહ્યો છે. તે પ્રમાણે રોજરોજ વેક્સિનની કામગીરી થઇ રહી છે.

વેક્સિનેશન કેન્દ્રો પર વેક્સિન લેવા જતા લોકો અને વેક્સિનેશન સ્ટાફ વચ્ચેઘર્ષણ થઇ રહ્યું છે
વેક્સિનેશન કેન્દ્રો પર વેક્સિન લેવા જતા લોકો અને વેક્સિનેશન સ્ટાફ વચ્ચેઘર્ષણ થઇ રહ્યું છે
અન્ય સમાચારો પણ છે...