તકેદારી:કાળાં શર્ટ-ટીશર્ટ પહેરેલા લોકોને પોલીસે રોક્યા, સ્થળ પર જ અન્ય કપડાં પહેરાવાયાં

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવલખી મેદાનમાં વડાપ્રધાનની સભામાં કાળાં કપડાં બતાવી કોઈ વિરોધ ન કરે તે માટે તેની તકેદારી રાખી પોલીસે કાળા રંગનાં કપડાં પહેરેલા લોકોને અટકાવ્યા હતા. પોલીસ દ્વારા તેઓને અન્ય શર્ટ કે ટીશર્ટ પહેરી આવવા જણાવ્યું હતું. પોલીસે કપડાં બદલવા જણાવતાં શહેર-જિલ્લામાંથી આવેલા લોકો અટવાયા હતા. જોકે કેટલાક લોકોએ જુગાડ કરી તેમની સાથે આવેલા લોકોનાં સ્વેટર પહેરી લીધાં હતાં. જ્યારે ભાજપ દ્વારા પણ લોકો માટે ટી-શર્ટનો જથ્થો અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...