તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:એક સરખા નામના 2 રસીકરણ સેન્ટરથી લોકોને 10 કિમીનો ફેરો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓનલાઇન બુકિંગમાં લાલબહાદુર સ્કૂલ બાબતે ગૂંચ ઉભી થતી હોવાથી લોકો હરણી રોડની સ્કૂલ પર પહોંચી જાય છે. જેને પગલે સ્કૂલ બહાર બોર્ડ મૂકવાની ફરજ પડી છે. - Divya Bhaskar
ઓનલાઇન બુકિંગમાં લાલબહાદુર સ્કૂલ બાબતે ગૂંચ ઉભી થતી હોવાથી લોકો હરણી રોડની સ્કૂલ પર પહોંચી જાય છે. જેને પગલે સ્કૂલ બહાર બોર્ડ મૂકવાની ફરજ પડી છે.
  • ઓનલાઇન નોંધણીમાં બે લાલબહાદુર સ્કૂલ અંગે છબરડાં
  • રોજ 50 લોકોને સંગમ આવીને વાઘોડિયા રોડ જવું પડે છે

18થી 45 વર્ષ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. પરંતુ સેન્ટરોની પસંદગીમાં થતાં છબરડાંથી અનેક લોકોને ધકકા આવા પડે છે. તાજેતરમાં ગરૂડેશ્વરનું સેન્ટર સિલેકટ થતાં શહેરના યુવકોને ધક્કો પડયો હતો. 2 લાલ બહાદુર સ્કૂલ હોવાથી અને ઓનલાઇન બુકિંગમાં ચોકકસ ઉલ્લેખ ન હોવાથી હરણી રોડ સંગમ પાસેની સ્કૂલમાં લોકો જાય છે. જેથી આ સેન્ટરના બુકિંગ વાળાએ વાઘોડિયા રોડ ઇન્દ્રપુરી અતિથિગૃહ ખાતે જવુ તેવી સૂચના મૂકવામાં આવી છે છતાં રોજ લોકો સંગમ આવીને પરત વાઘોડિયા રોડ જાય છે.

રોજ અંદાજે 50થી 60 લોકો 10 કિલોમીટરનો ફેરો ફરે છે. 18 વર્ષથી ઉપરના યુવાનોને કોવેક્સિન મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ખંડેરાવ માર્કેટ સામે આવેલા સેન્ટરમાં સૂચના અપાઇ હતી કે કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તેવા લોકોને કોવેક્સિન મૂકવી નહીં. આરોગ્ય અમલદાર દેવેશ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ અથવા દવાથી એલર્જી થતી હોય તો રસી લઈ શકાય નહિ તે સામાન્ય અને જનરલ ગાઈડ લાઈન છે.

માંજલપુરમાં દંપતીને પહેલાં રસીની કોર્પોરેટરે ભલામણ કરતાં હોબાળો
માંજલપુરની અંબે સ્કૂલમાં સ્કૂલ સંચાલકના પરિચિત 75 વર્ષના કપલને રસીમાં પ્રાથમિકતા આપવાકોર્પોરેટર સુરૂતાબેન પ્રધાને ભલામણ કરતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. કોર્પોરેટરે જણાવ્યું હતું કે દંપતી વૃદ્વ હતું તેમની તબિયતને જોતા પણ મને યોગ્ય લાગતા ભલામણ કરી હતી.આ દંપતીને મુકવા આવેલા યુવાન અંગે ગેરસમજ થઇ હતી પરંતુ એ યુવાન 18થી 45ના જૂથનો હતો અને આ સેન્ટર 45 ઉપરના માટેનું છે.

અન્ય સમાચારો પણ છે...