તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:રસીના સ્લોટ બુક થઇ જતાં લોકોને 25 કિમી સુધીના ફેરા

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીજા દિવસે 18-45 વયના 7097 લોકોએ વેક્સિન લીધી
 • 5 મિનિટમાં જ સ્લોટ ભરાઇ જતાં બીજા વિસ્તારમાં જવું પડે છે

18 થી 45વર્ષ સુધીના લોકો માટે શરૂ થયેલા કોરોના રસીકરણ અંગે રસી મુકાવવાના બુકિંગનો સ્લોટ 76 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પોતપોતાના સમયે ખોલવામાં આવતા નાગરિકોને હેરાન થવું પડે છે કોઈ એક ચોક્કસ સમયે બુકિંગ ન ખુલતા અલકાપુરી રેસકોર્સ સનફારમા જેવા પશ્ચિમ વિસ્તારના લોકોને 25 કિલોમીટરનો ફેરો ખાઇ હરણી સવાદ ખાતે રસી મુકાવા આવું પડે છે.

18થી 45 વર્ષની વયના લોકોના રસીકરણના બીજા દિવસે 7097 લોકોએ વેક્સિન લીધી હતી. કોર્પોરેશન દ્વારા શહેરમાં રસીકરણનું યોગ્ય સંચાલન થાય તે માટે ગાંધીનગરથી હાયર એજ્યુકેશન ના જોઇન્ટ કમિશનર નારાયણ મધુ ની એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે તેમ છતાં બે દિવસના રસીકરણમાં નાગરિકોને પરસેવો છૂટી ગયો છે. કોર્પોરેશને 100 સ્લોટ નક્કી કર્યા છે. દરેક અર્બન હેલ્થ સેન્ટર 6:00 થી 8:00 સુધી પોતાનો સ્લોટ ખોલતા હોય છે. એક સ્લોટ માત્ર પાંચ મિનિટમાં ભરાઈ જતાં બીજે બુકિંગ કરાવવું પડે છે.

સેન્ટર 5મી સુધી બુક હોવાનું કહ્યું
શનિવારે બુકિંગ માટે નોંધણી કરતાં આઈડી જનરેટ થયું પરંતુ બુકિંગ ન થયું. સેન્ટર પર રૂબરૂ પૂછપરછ માટે આવતા 5મી સુધી બુકિંગ ફુલ હોવાનું જણાવ્યું છે. > દિપાલી શાહ, પરસોતમ નગર, હરણી રોડ

સેન્ટરનાં સરખાં નામથી અટવાયો
વિવેકાનંદ વિદ્યાલય સેન્ટર ખાલી જણાતા બુકિંગ કર્યું હતું. રવિવારે 11 વાગે વાઘોડિયા રોડની સ્કૂલમાં રાહ જોતા બેસી રહ્યો બે વાગે નંબર આવ્યો તો ખબર પડી હરણીનું સેન્ટર છે. > રિતેશ રાજપુત, વાઘોડિયા રોડ

એક જ સમયે સ્લોટ ખૂલે તે શક્ય નથી
પોતાની ચોક્કસ બુકિંગ તારીખ અને સમય મુજબ જે તે સેન્ટર પર રસી મુકાવવા જવું શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર એક સમયે બુકિંગ સ્લોટ ખોલે તે શક્ય નથી.> ડો. દેવેશ પટૅલ, મુખ્ય આરોગ્ય અમલદાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો