• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • People Suffering From The Problem Of Contaminated Water, Protested Against The System, Saying: "Despite Many Representations, Contaminated Water Has Been Coming For 7 Months In Vadodara's Ward No. 13,

ગંદા પાણીથી રોગચાળો:વડોદરાના વોર્ડ નં-13માં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ તંત્ર સામે બળાપો કાઢ્યો, કહ્યું: 'અનેક રજૂઆતો છતાં 7 મહિનાથી દૂષિત પાણી આવે છે'

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના વોર્ડ નં-13માં દૂષિત પાણીની સમસ્યાથી  સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા છે. - Divya Bhaskar
વડોદરાના વોર્ડ નં-13માં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા છે.
  • સ્થાનિકોએ બોટલમાં દૂષિત પાણી ભરીને તંત્રની બેદરકારીનો નમુનો દર્શાવ્યો

વડોદરા શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને તાવ સહિત ઋતુજન્ય રોગચાળો દિવસે દિવસે અલગ-અલગ વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે, ત્યારે કોર્પોરેશનની કચેરી વિસ્તારમાં દૂષિત પાણી આવતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. સ્થાનિક કાઉન્સિલરની આગેવાનીમાં વડોદરાના ઇલેક્શન વોર્ડ નં-13માં સમાવિષ્ટ બોરડી ફળીયા વિસ્તારમાં દૂષિત પાણીના પગલે સ્થાનિક રહીશોએ કોર્પોરેટરની આગેવાનીમાં તંત્ર વિરૂદ્ધ બળાપો કાઢ્યો હતો. સ્થાનિકોએ બોટલમાં દૂષિત પાણી ભરી તંત્રની બેદરકારીનો નમુનો દર્શાવ્યો હતો.

પીવાના પાણીના કકળાટ વચ્ચે દૂષિત પાણીની બૂમો ઉઠી
સ્માર્ટ સિટી વડોદરામાં અવનવી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાના વેડફાટ બાદ પણ ઠેર-ઠેર દૂષિત પાણી મળવાની બૂમો ઊઠી રહી છે. સમયસર વેરાની વસૂલાત કરતા તંત્ર પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીના કકળાટ વચ્ચે દૂષિત પાણીની બૂમો ઉઠી છે.

સાત મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે
આ અંગે સ્થાનિક મહિલા રેખાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં બીમારીનો વાવર છે. અવારનવાર રજૂઆત છતાં તંત્રની નિષ્ફળતાના પગલે છેલ્લા સાત મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે. બાળકોના સ્વાસ્થ્ય અંગે પણ સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોએ બોટલમાં દૂષિત પાણી ભરીને તંત્રની બેદરકારીનો નમુનો દર્શાવ્યો
સ્થાનિકોએ બોટલમાં દૂષિત પાણી ભરીને તંત્રની બેદરકારીનો નમુનો દર્શાવ્યો

વોર્ડ નં-13માં ઠેર-ઠેર પાણીની સમસ્યા છે
સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે, આ માત્ર બોરડી ફળિયાની સમસ્યા નથી. ઇલેક્શન વોર્ડ નં-13ના સમગ્ર વિસ્તારમાં ઠેર-ઠેર આ સમસ્યા છે. રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે નાગરિકો દવાખાનામાં તગડા બિલો ચૂકવી રહ્યા છે. તંત્ર માત્ર સુપરવિઝન કરી સંતોષ માને છે. પરંતુ, નક્કર આયોજનનો અભાવ છે. વડોદરાની પરિસ્થિતિ જોતા છેલ્લા 25 વર્ષ દરમિયાન સત્તા પર બેઠેલા શાસકો નાગરિકોને પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા છે.

પાલિકાની બેદરકારીને કારણે રોગચાળો ફેલાયો
વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તંત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે માત્ર પાણીની લાઈન ઉપર વાલ બેસાડી લોકોને ગરમાર્ગે દોરે છે. વડોદરામાં ફાટી નિકળેલા રોગચાળા માટે જો જવાદાર હોય તો પાલિકાની બેદરકારી છે.

અન્ય સમાચારો પણ છે...