ભારતીય રેલવે હવે ટ્રેનના એન્જિનોમાં પણ નજર રાખશે. આ માટે રેલવે દ્વારા ટ્રેનના એન્જિનની અંદર સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કરાયું છે. ક્રુ વોઈસ એન્ડ વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ તરીકે ઓળખાતી આ સિસ્ટમથી અને પ્રકારના ફાયદા થશે વડોદરાના નવાયાર્ડ ખાતે કાર્યરત ઈલેક્ટ્રીક લોકોશેડમાં મેન્ટેનન્સ માટે આવતા એન્જિનો પૈકી 17 એન્જિનોમાં આ સિસ્ટમ લગાડવામાં આવી છે.
જ્યારે કુલ 200 એન્જિનમાં હજુ આ સિસ્ટમ તબક્કા વાર લાગશે. ટ્રેનની આગળ પણ કેમેરો લગાડવામાં આવશે જેનાથી ટ્રેકનું પણ રેકોર્ડિંગ થઈ શકે અને અંદર પણ કેમેરો લાગશે. જેથી લોકો મોટીવ પાયલોટ અને સહાયક લોકો મોટીવનું વિડિયો રેકોર્ડિંગ અને ઓડિયો રેકોર્ડિંગ પણ થઈ શકશે.
અકસ્માત સમયે અથવા આકસ્મિક સ્થિતિમાં કેમેરા ખૂબ ઉપયોગી સાબિત થશે. રેલવે ડિવિઝનના પી.આર.ઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, આ એક સિસ્ટમનો ખર્ચ રૂ 1,28,500 થાય છે. આ સિસ્ટમ માઇનસ 50 ડિગ્રી થી 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કામ કરશે.
કેવા પ્રકારની સિસ્ટમ હશે?
પ્રત્યેક એન્જિનમાં આઇપી બેઝ્ડ ડિજિટલ સીસીટીવી કેમેરા તેમજ 8 ચેનલના એનવીઆર અને 4 ટીબીની હાર્ડ ડિસ્ક લગાડેલી હશે. રેકોર્ડિંગ 90 દિવસ સચવાશેે. રાત્રે પણ રેકોર્ડિંગ ચાલુ રહેશે. અકસ્માત સમયે કારણ તપાસવામાં આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.