ગણપતિના અપમાનથી ભક્તોમાં આક્રોશ:વડોદરાના લોકોએ કહ્યું: 'મૂર્તિઓનો ઘા ન કરવો જોઇએ, આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો, આ હિન્દુઓની લાગણી દુભાવનારુ કૃત્ય'

વડોદરાએક મહિનો પહેલા
ભક્ત રવિ પટેલ અને સુનિલ સોલંકી

શહેરના એક ગોરવા વિસ્તારમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં ગણેશજીની મૂર્તિઓને લોકોને લાગણી દુભાય તે રીતે ફેંકવા મુદ્દે શહેરજનોએ રોષ વ્યક્ત કર્યો છે. ભક્તોનું કહેવું છે કે જે લોકોથી ગણેશજીનું વિધિવત રીતે વિસર્જન નથી થઇ શકતું તેમણે આગામી વર્ષથી ગણેશજીનું સ્થાપન જ ન કરવું જોઇએ. તેમજ લોકોની લાગણી દુભાય તેવી રીતે વિસર્જન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.

આવા તત્વોને બીક હોવી જોઇએ
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે, ગણપતિની મૂર્તિઓ સાથે આવું ન થવું જોઇએ. આપણે ગણપતિની મૂર્તિનું પાંચ કે સાત દિવસ શ્રદ્ઘાપૂર્વક પૂજા કરીએ છીએ. વિસર્જન વખતે જો આવું થઇ રહ્યું છે તો એ આપણી આસ્થા અને ગણપતિ બાપ્પાનું અપમાન છે. ગણપતિ બાપ્પાનું વિધિસર વિસર્જન થાય તો જ ભક્તોની આસ્થા પૂર્ણ થાય છે. સરકાર અને કોર્પોરેટરે આ બાબતે ધ્યાન રાખવું જોઇએ. કોઇપણ વિસ્તારમાં એવો બનાવ ન બનવો જોઇએ કે હિન્દુત્વની આસ્થાને નુકશાન પહોંચે. ગણેશજીની મૂર્તિને તળાવમાં ફેંકનારાઓ સામે કાયદેસરની થવી જ જોઇએ. આપણો પણ હિન્દુત્વનો ધર્મ બને છે કે આપણે તેનું રક્ષણ કરીએ. જો આપણે એ પણ ન કરી શકતા હોય તો આટલી પૂજા કરીએ તેનો મલતબ જ નથી રહેતો. હિન્દુત્વ પ્રમાણે આપણે આપણા ધર્મનું રક્ષણ કરવું જ જોઇએ. ખોટા તત્વો છે તેમને બીક હોવી જોઇએ કે દર વખતે આવું કરીશું તો આ લોકો ચુપ નહીં બેસે.

ભક્ત સુનિલ બાવચા અને જગદીશ પટેલ
ભક્ત સુનિલ બાવચા અને જગદીશ પટેલ

કાયદેસરની કાર્યવાહી કરો
શહેરના રાજમહેલ રોડ વિસ્તારમાં રહેતા સુનિલભાઇ બાઉચાએ જણાવ્યું હતું કે, ગણપતિની મૂર્તિને ફેંકવી ખોટું છે. મૂર્તિનું સમયસર અને વિધિસર વિસર્જન કરવું જોઇએ. મૂર્તિ ફેકનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.

ધાર્મિક લાગણી જાણવી ન શકો તો સ્થાપન જ ન કરો
મકરપુરા વિસ્તારમાં રહેતા રવિ પટેલે જણાવ્યું હતું કે, લોકોની ભાવનાને ઠસ ન પહોંચે તે રીતે વિસર્જન કરવું જોઇએ. જે લોકોને ધાર્મિક લાગણી ન હોય તેમણે આગામી વર્ષની ગણપતિ લાવવા ન જોઇએ. જો ગણપતિનું સ્થાપન કરો તો વ્યવસ્થિત વિસર્જન કરવું જોઇએ.

ભક્તોની લાગણી દુભાય તેવી રીતે ગણેશ વિસર્જન.
ભક્તોની લાગણી દુભાય તેવી રીતે ગણેશ વિસર્જન.

મૂર્તિઓનો ઘા ન કરવો જોઇએ
મકરપુરા રહેવાસી જગદીશભાઇ પટેલે કહ્યું હતું કે, મૂર્તિઓનો ઘા ન કરવો જોઇએ. આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઇએ. આ માટે જવાબદાર લોકો જ છે, લોકોએ જાતે જ વિસર્જન કરવું જોઇએ.