• Home
  • Local
  • Gujarat
  • Vadodara
  • People of Tarsali Makarpura will be scorched in 6 hours of heat, the rest of the areas will be cut off for 4 hours.

વીજકાપ / તરસાલી-મકરપુરાના લોકો 6 કલાક ગરમીમાં શેકાશે,બાકીના વિસ્તારોમાં 4 કલાકનો વીજકાપ રહેશે

People of Tarsali-Makarpura will be scorched in 6 hours of heat, the rest of the areas will be cut off for 4 hours.
X
People of Tarsali-Makarpura will be scorched in 6 hours of heat, the rest of the areas will be cut off for 4 hours.

  • આજે એક સાથે 12 ફીડરમાં વીજકાપ લદાશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. લોકડાઉનમાં છૂટછાટ મળતાં વીજ કંપનીએ બાકી રહેલા ફીડરની મરામતની કામગીરી શરૂ કરી છે અને શનિવારે એકસાથે 12 ફીડર 4 થી 6 કલાક બંધ રહેશે.લોકડાઉનમાં  MGVCLના વડોદરા સિટી સર્કલમાં પ્રિ-મોન્સૂનની કામગીરી અટકી ગઈ હતી. જોકે ગુરુવારથી બાકી રહેલા 195 ફીડરની મરામતની તેમજ સબ સ્ટેશનમાં સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શનિવારે તરસાલી 66 કેવી સબ સ્ટેશનમાં સમારકામની કામગીરી કરાશે.
સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રહેશે
જેને પગલે રામબાગ, ગોલ્ડસિટી, હાઇવે, સુસેન, તરસાલી ગામ, પ્રેસર ટેન્ક, ઉમા, ઓએનજીસી સહિત 8 ફીડર બંધ રહેશે. આ 8 ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા તરસાલી શરદનગર, આનંદબાગ, વ્રજધારા, ગોલ્ડસિટી, તરસાલી તળાવથી હાઈવે, મોતી નગર, વિજયનગર, મણીબા પાર્ક, આશિષપાર્ક, રેવાપાર્ક, શિવાલય રેસિડેન્સી, તરસાલી બસ સ્ટેશનથી ઓએનજીસી, રવિ પાર્કથી ઉમા વિદ્યાલય, મંગલા ગ્રીન, ધનિયાવી રોડ, કુબેર લાઇફ સ્ટાઇલ, હરિ દર્શન, નવી નગરી, હીરાબાગ, રામનગર, કમલાપાર્ક સહિતના સમગ્ર તરસાલી વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ સિવાય લાલબાગ સબ ડિવિઝનના મકરપુરા ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા યોગેશ્વર પાર્કથી ડોનબોસ્કો સ્કૂલ, પ્રણવ સોસાયટીથી વિમલગંગા સોસાયટી સુધી પણ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે.દાંડિયાબજારના માર્કેટ ફીડરના માર્કેટ રોડ, હાથી પોળ, ડેરા પોળ, વેરાઈ માતા ચોક, લક્કડપીઠા રોડ, પેન્ટર તાનાજીની ગલીમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રહેશે. કારેલીબાગના વીઆઇપી ફીડરમાં પણ આ જ સમયગાળા માટે વીજકાપ રહેશે અને ભવાની સોસાયટી, બોમ્બે પાર્ક, આનંદનગર રોડ, વીઆઇપી વ્યૂ કોમ્પ્લેક્સ, વીરનગર, અયોધ્યાનગર અને તેની આસપાસની સોસાયટીમાં 4 કલાક વીજ પુરવઠો મળશે નહીં. આ ઉપરાંત ગોત્રી સબ ડિવિઝનના સેન્ટ્રલ એક્સાઇઝ ફીડરમાં 4 કલાક વીજ પુરવઠો બંધ રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી