બેદરકારી:માંજલપુર અને લાલબાગ ટાંકીના લોકોને દોઢ કલાક પાણી મોડું મળ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તરસાલી રોડ પર ભંગાણથી પાણીનો વેડફાટ
  • વીજ પુરવઠો ખોરવાતાં​​​​​​​ પાણી વિતરણમાં વિલંબ

દક્ષિણ વિસ્તારમાં પ્રેશરથી પાણી ન મળતું હોવાની ફરિયાદો થઈ રહી છે. બીજી તરફ સુશેનથી તરસાલી માર્ગ પર લાઈનમાં લીકેજથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેથી લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે માંજલપુર અને લાલબાગ ટાંકીમાંથી દોઢ કલાક લેટ પાણી વિતરણ કરાયું હોવાની ફરિયાદો ઊઠી હતી.સુશેનથી તરસાલી માર્ગ પર આનંદબાગ સોસાયટી પાસે ભંગાણથી પાણીની રેલમછેલ જોવા મળી હતી. સ્થાનિક અમરસિંગે જણાવ્યું કે, અહીંથી જતા કાઉન્સિલરો અને અધિકારીઓને વેડફાતું પાણી નજરે નહિ પડતું હોય? તંત્ર વહેલી તકે લાઈનનું સમારકામ કરાવે તે જરૂરી છે.

બીજી તરફ માંજલપુર ટાંકીના 10 હજાર લોકોને તેમજ લાલબાગ ટાંકીના 8 હજાર જેટલા લોકોને સાંજે દોઢ કલાક મોડું પાણી મળતાં પરેશાની થઈ હતી. અધિકારીના જણાવ્યા મુજબ વીજ પુરવઠો ખોરવાયો હોવાથી વિસ્તારમાં દોઢ કલાક પાણી મોડું વિતરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...