તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધના ભાવ વધારાનો અનોખો વિરોધ:વડોદરામાં ભાજપના નામે મફત દૂધ લેવા લોકોએ લાંબી-લાંબી લાઇનો લગાવી, ટીમ રિવોલ્યુશને 3 હજાર દૂધની થેલી મફતમાં વહેંચી

વડોદરાએક મહિનો પહેલા
બહુત હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર નારો લગાવ્યો તેને 1 દૂધની થેલી મફતમાં આપવામાં આવી હતી
  • વડાપ્રધાન મોદી સાથેના ફોટો લઇને આવનાર વ્યક્તિને દૂધની 10 થેલી મફતમાં આપવામાં આવી હતી
  • બહુત હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર નારો લગાવ્યો તેને 1 દૂધની થેલી મફતમાં અપાઇ

વડોદરા શહેરમાં ટીમ રિવોલ્યુશન દ્વારા દૂધના ભાવ વધારાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગોરવા આઈટીઆઈ નજીક જયનારાયણ સોસાયટી પાસે ભાજપના નેતા-કાર્યકરો અને સામાન્ય વ્યક્તિઓને 3 હજાર થેલી દૂધ મફતમાં આપ્યું હતું. ટીમ રિવોલ્યુશન દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી, ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે સેલ્ફી લાવનારને 2થી લઈને 10 થેલી દૂધની અપાઇ હતી અને જે વ્યક્તિ બહુત હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર નારો લગાવ્યો તેને 1 દૂધની થેલી મફતમાં આપવામાં આવી હતી.

3 હજાર દૂધની થેલીઓનું વિતરણ કર્યું
ભાવના વધારાના અનોખ વિરોધ અંગે ટીમ રિવોલ્યુશનના સંચાલક સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, સૌથી વધુ અમુલ ગોલ્ડ જેના પર લિટરે 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેની 3 હજાર દૂધની થેલી મંગાવવામાં આવી હતી અને મફતમાં વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અસામાજિક તત્ત્વો અથવા તો સત્તા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવે તો તેના માટે બાઉન્સર અને પોલીસ બંદોબસ્ત માટે પણ પરવાનગી લેવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી સાથેના ફોટો લઇને આવનાર વ્યક્તિને દૂધની 10 થેલી મફતમાં આપવામાં આવી હતી
વડાપ્રધાન મોદી સાથેના ફોટો લઇને આવનાર વ્યક્તિને દૂધની 10 થેલી મફતમાં આપવામાં આવી હતી

મોદી સાથેનો ફોટો લઇને આવનારને 10 થેલી દૂધ અપાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો ફોટો લઇને આવનાર વ્યક્તિને 10 થેલી દૂધ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેનો ફોટો લઇને આવનારને 5 થેલી દૂધ, ધારાસભ્ય સાથેના ફોટો લઇને આવનારને 3 થેલી અને કોર્પોરેટર સાથેનો ફોટો લઇને આવનારને દૂધની 2 થેલી મફત આપવામાં આવી હતી.

. ખાસ કરીને તમામ ભારતીય જનતા પાર્ટીના ખેસ અને કાર્ડ લઈને આવશે તેને પણ દૂધની થેલી આપવામાં આવી હતી
. ખાસ કરીને તમામ ભારતીય જનતા પાર્ટીના ખેસ અને કાર્ડ લઈને આવશે તેને પણ દૂધની થેલી આપવામાં આવી હતી

અબકી બાર મહંગી સરકાર બોલ્યા તેઓને દૂધની 1 થેલી મફતમાં અપાઇ
જે વ્યક્તિ પાસે કોઈ પણ રાજકારણી સાથેનો ફોટો નહોતા, પરંતુ, બહુત હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર બોલ્યા તેઓને દૂધની 1 થેલી મફતમાં આપવામાં આવી હતી. ખાસ કરીને તમામ ભારતીય જનતા પાર્ટીના ખેસ અને કાર્ડ લઈને આવશે તેને પણ દૂધની થેલી આપવામાં આવી હતી.

ભાજપના નામે મફત દૂધ લેવા લોકોએ લાંબી-લાંબી લાઇનો લગાવી હતી
ભાજપના નામે મફત દૂધ લેવા લોકોએ લાંબી-લાંબી લાઇનો લગાવી હતી

સોમવારે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે અનોખો વિરોધ કર્યો હતો
આ પહેલા ગત સોમવારે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે ટીમ રિવોલ્યુશને અનોખો વિરોધ કર્યો હતો. જેમાં ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો, વંદેમાતરમ અને ભારત માતાની જય બોલાવ્યા બાદ ફ્રી પેટ્રોલ આપ્યું હતું. 300 કૂપન વહેંચાઈ ગયા બાદ રોકડા 1 હજાર આપીને લોકોને પેટ્રોલ અપાયું હતું. દોઢ કલાકમાં 310 લોકોને 1-1 લિટર મફત પેટ્રોલ અપાયું હતું.

કોર્પોરેટર સાથેનો ફોટો લઇને આવનારને દૂધની 2 થેલી મફત આપવામાં આવી હતી
કોર્પોરેટર સાથેનો ફોટો લઇને આવનારને દૂધની 2 થેલી મફત આપવામાં આવી હતી
ટીમ રિવોલ્યુશન દ્વારા દૂધના ભાવ વધારાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો
ટીમ રિવોલ્યુશન દ્વારા દૂધના ભાવ વધારાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો

ભાવ વધ્યા હોવાથી PM સાથેનો ફોટો બતાવી દૂધ લીધું
હાલમાં પેટ્રોલ-દૂધના ભાવમાં વધારો થયો છે,પરંતુ મોંઘવારી સામે ખર્ચ ઘટાડી શકાય છે. જેમાં સરકાર સોલારમાં 40 ટકા છૂટ આપે છે તો સોલાર નખાવીને વીજ ખર્ચમાં ઘટાડો કરી શકાય. જ્યારે સીએનજી કે ઈલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરી શકાય છે. મેં દૂધના ભાવ વધારાના વિરોધમાં જોડાઈ મોદી સાથેનો ફોટો બતાવી દૂધ લીધું છે. > જીગ્નેશ નાયક, પીએમ સાથે ફોટો બતાવનાર રહીશ

ધારાસભ્યો સાથે 25 લોકોએ, કોર્પોરેટરો સાથે 15 લોકોએ ફોટો બતાવી દૂધ મેળવ્યું
સ્વેજલ વ્યાસના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 15 લોકોએ સેલ્ફી બતાવી દૂધની 150 થેલી લઈ ગયા હતા. ડે.સીએમ નીતિન પટેલ સાથેની સેલ્ફી બતાવીને 2 લોકો દૂધની 10 થેલી લઈ ગયા હતા. જ્યારે ધારાસભ્યો સાથે 25 લોકોએ સેલ્ફી બતાવી 75 થેલી અને કોર્પોરેટરો સાથે સેલ્ફી બતાવી 15 લોકો 30 થેલી લોકો લઈ ગયા હતા.

મફત દૂધ મેળવવા માટે 10 વિસ્તારના લોકો પહોંચ્યા
​​​​​​​મોંઘવારી સામેના વિરોધ માટે લોકો છાણી, હરણી, સમા-સાવલી રોડ, ગોરવા, ગોત્રી, સુભાનપુરા, સેવાસી, ફતેગંજ, દિવાળીપુરા, માંજલપુર જેટલા વિસ્તારોમાંથી દૂધ મેળવવા માટે ગોરવા પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...