સ્થાનિકો મુશ્કેલીમાં:વડોદરાના ગાજરાવાડીમાં સ્લોટર હાઉસની કામગીરી બંધ કરાતા ઢોરોના મૃતદેહોના ઢગલા થયા, અસહ્ય દુર્ગધથી આસપાસના લોકો પરેશાન

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના સ્લોટર હાઉસને લઈને લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યો છે - Divya Bhaskar
પાલિકાના સ્લોટર હાઉસને લઈને લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યો છે
  • સ્થાનિકો ​​​​​​​કહે છે કે, 5 દિવસથી સ્લોટર હાઉસમાં કામીગીરી હોવાથી ઢોરોના મૃતદેહોમાં કીડા પડી ગયા છે

વડોદરા શહેરના મરેલા ઢોરોના નિકાલ માટે બનાવેલા સ્લોટર હાઉસની કામગીરી બંધ રહેવાને કારણે ઢોરોના મૃતદેહનો જમાવડો થઇ ગયો છે. જેને પગલે આજે સ્થાનિક રહીશો સ્લોટર હાઉસ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં મરેલા ઢોરના મૃતદેહ ત્યાં પડ્યા પડ્યા સડી રહ્યા હતા. પરંતુ કોઈ જવાબદાર અધિકારી ત્યાં હાજર મળ્યું ન હતું.

અસહ્ય દુર્ગંધથી આસપાસના રહીશો પરેશાન
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા પાલિકાના સ્લોટર હાઉસને લઈને લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યો છે. એક સમયે શહેરની બહાર આવેલું સ્લોટર હાઉસ શહેરના વિકાસની સાથે સાથે રહેણાંક વસ્તીની મધ્યમાં આવી ગયું છે. જેની અસહ્ય દુર્ગંધથી આસપાસના રહીશો પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારના નગરસેવક અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત ભથ્થુંએ અસંખ્ય વાર સ્લોટર હાઉસને ખસેડવા માટે માગણી કરી છે. પરંતુ જાણે પાલિકાએ આ વિસ્તારના રહીશોને પરેશાન કરવાની નેમ લીધી હોય તેમ સ્લોટર હાઉસને ખસેડવામાં આવતું નથી.

સ્થાનિક રહીશો દોડી આવ્યા
છેલ્લા એક સપ્તાહથી સ્લોટર હાઉસની દુર્ગંધ અસહ્ય થઈ જતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. સ્થળ પર આવીને જોતા સ્લોટર હાઉસની બહાર મરેલા ઢોરના મૃતદેહમાં કીડા પડી ગયા હતા. પણ મૃતદેહોને બાળવાની પ્રક્રિયા બંધ હતી. જ્યારે મરેલા ઢોરોના અંગોને ખાડો કરીને દફનાવવામાં આવતા હતા. પાલિકાની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે માથું ફાટી જાય તેવી દુર્ગંધમાં પાલિકાના સત્તાધીશોની બેદરકારીની પોલ ખોલી હતી.

મૃતદેહોમાં કીડા પડી ગયા છે
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 દિવસથી સ્લોટર હાઉસમાં કામીગીરી બંધ છે. જેને કારણે ઢોરોના મૃતદેહોના ઢગલા થઇ ગયા છે. રોજના 25થી 27 ઢોરોના મૃતદેહો આવે છે. ઢોરોના મર્યા પછી મુક્તિ મળતી નથી. મૃતદેહોમાં કીડા પડી ગયા છે. તેની જવાબદારી લેવા કોઇ તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...