તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • People Gathered At A Temple For A Religious Ceremony In Vadodara Violated Social Distance, Did Not Even Wear A Mask, Arrested 18 Including Bhuva

જાહેરનામા ભંગની કાર્યવાહી:વડોદરામાં ધાર્મિક વિધિ માટે મંદિરમાં ભેગા થયેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો, માસ્ક પણ ન પહેર્યા, ભુવા સહિત 18ની ધરપકડ

વડોદરા7 દિવસ પહેલા
  • ધાર્મિક વિધિમાં હાજર રહેલા લોકો સામે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી

વડોદરા શહેરના સંજયનગર સ્થિત ભરવાડ વાસમાં આવેલા જોગણી માતાના મંદિરમાં ધાર્મિક વિધિ માટે એકઠા થયેલા 18 લોકોની કોવિડ-19ની ગાઇડલાઇનના ભંગ બદલ પોલીસે ધરપકડ કરી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દેવીપૂજક સમાજના લોકો રીતિ-રિવાજ મુજબ ચૈત્રી માસમાં માતાજીને નિવેધ કરે છે
વડોદરાના ખોડિયારનગર રોડ પર આવેલા વુડાના મકાનમાં રહેતા બબાભાઈ મણિલાલ દેવીપૂજક સંજયનગર ભરવાડ માસમાં આવેલા જોગણી માતાના મંદિરના ભુવા છે. તેઓ અને તેમના સમાજના લોકો રીતિ-રિવાજ મુજબ ચૈત્રી માસમાં માતાજીને નિવેધ કરે છે. ચૈત્રી માસના બે દિવસ બાકી રહ્યા હોવાથી સમાજના લોકો ભેગા થયા હતા અને ધાર્મિક વિધિ માટે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા.

તમે માતાજીની વિધિ પતાવી દેજો. જે ખર્ચ થશે તે અમે આપી દઈશું
તે સમયે જેસીંગભાઇ ભરવાડ અને તેમના ભાઈ ડાયાભાઈ ભરવાડ માતાજીના મંદિરે આવી પહોંચ્યા હતા. અને માતાજીના ભુવાને જણાવ્યું કે ઘરમાં બહુ તકલીફ પડે છે. કોઈ ઉપાય બતાવો જેથી ભુવાએ જણાવ્યું હતું કે, તમે જોગણી માતા અને મેલડી માતાજી નડતરરૂપ છે. ચૈત્રી આઠમના દિવસે માતાજીને નિવેદ ધરાવશો તો તમારી સમસ્યા દૂર થઈ જશે. ભુવાના જણાવ્યા પ્રમાણે ભરવાડ બંધુઓએ ભુવાને જણાવ્યું કે, તમે માતાજીની વિધિ પતાવી દેજો. જે ખર્ચ થશે તે અમે આપી દઈશું.

આમંત્રણ મળતા સમાજના શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા
ભરવાડ બંધુઓના જણાવ્યા પ્રમાણે માતાજીના ભૂવા બાબાભાઇ દેવીપૂજકે આજે વહેલી સવારે માતાજીના નિવેધ માટે આયોજન કર્યું હતું અને આ વિધિમાં સમાજના લોકોને પધારવા માટે જણાવ્યું હતું. માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ મળતા સમાજના શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા.

પોલીસે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરી
દરમિયાન આ અંગેની જાણ વારસિયા પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને માસ્ક પહેર્યા વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ધાર્મિક વિધિમાં હાજર રહેલા ભુવા સહિત 18ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓના નામ
-દિનેશ બાબુભાઇ દેવીપૂજક
-લક્ષ્મણ દેવજીભાઇ મારવાડી
-વિજય મોહનભાઇ દેવીપૂજક
-અલ્પેશ કિશોરભાઇ દેવીપૂજક
-અજયભાઇ કનુભાઇ દેવીપૂજક
-ધનાભાઇ સંપતભાઇ દેવીપૂજક
-બબાભાઇ મણીલાલ દેવીપૂજક
-અનિલભાઇ બબાભાઇ દેવીપૂજક
-જયેશભાઇ કૈલાશભાઇ વાઘેલા
-વાસુભાઇ લવીગભાઇ
-રાજેશભાઇ કનુભાઇ દેવીપૂજક
-સંજયભાઇ રાજેશભાઇ
-અજયભાઇ લવીગભાઇ
-પુનામભાઇ બંશીભાઇ દેવીપૂજક
-અજયભાઇ ચંદુભાઇ દેવીપૂજક
-કિરણભાઇ બબાભાઇ દેવીપૂજક
-કમલેશભાઇ વસંતભાઇ
-જેશીંગભાઇ મોતીભાઇ ભરવાડ

અન્ય સમાચારો પણ છે...