તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ:વડોદરામાં 24 કેન્દ્રો પર 45થી 60 વર્ષના લોકોએ કોરોના વેક્સિન લીધી, વેક્સિન લેનારે કહ્યું: 'વડાપ્રધાને વેક્સિન લીધા બાદ વિશ્વાસ વધી ગયો છે'

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા કલેક્ટરે વેક્સિન લેનાર લોકોની તબિયત પૂછી હતી - Divya Bhaskar
વડોદરા જિલ્લા કલેક્ટરે વેક્સિન લેનાર લોકોની તબિયત પૂછી હતી
  • વડોદરા કલેક્ટરે વરણામા કેન્દ્રની મુલાકાત લઇને વેક્સિન લેનાર લોકોની તબિયત પૂછી હતી
  • પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લીધી

કોરોનાની મહામારી સામે રક્ષણ આપતી વેક્સિન આપવાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો હતો, ત્યારે વડોદરામાં 45થી 60 વર્ષના રજિસ્ટર થયેલા લોકોએ સ્વૈચ્છિક રીતે વેક્સિન લીધી હતી. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 24 કેન્દ્રો ઉપર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 5 કેન્દ્રો ઉપર વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લીધી હતી. વેક્સિન લીધા બાદ તેઓએ જણાવ્યું કે, હું એકદમ ફીટ છું. વેક્સિનનો બીજો ડોઝ લેવા પણ તૈયાર છું. તમામ લોકોએ પણ વેક્સિન લઇને કોરોનાથી સુરક્ષીત રહેવું જોઇએ. વેક્સિન લેનાર ભરતભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન વેક્સિન લેતા લોકોમાં વિશ્વાસ વધી ગયો છે. વેક્સિન લેવામાં કોઇ વાંધો નથી. વેક્સિન સુરક્ષીત છે. વેક્સિન લીધા પછી હજી સુધી કોઇ આડઅસર થઇ નથી.

24 કેન્દ્રો પૈકી 20 કેન્દ્રો ઉપર 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લીધી
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન આપવા માટે નિર્ધારિત કરેલા 24 કેન્દ્રો પૈકી 20 કેન્દ્રો ઉપર 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અગાઉથી રજિસ્ટર કરવામાં આવેલા વૃદ્ધો તેઓને આપવામાં આવેલા સમય મુજબ નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. અને કોઇપણ જાતના ડર વિના વેક્સિન લીધી હતી. જ્યારે બાકીના ચાર કેન્દ્રો ઉપર ફ્રન્ટ લાઇન વર્કરોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. વેક્સિન કેન્દ્રો ઉપર કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.​​​​​​

વેક્સિન લેવા માટે લોકોએ લાઈનો લગાવી હતી
વેક્સિન લેવા માટે લોકોએ લાઈનો લગાવી હતી

વડાપ્રધાને વેક્સિન લેતા લોકોનો વિશ્વાસ વધી ગયો છે.
વેક્સિન લેનાર 62 વર્ષિય ભરતભાઇ ગાંધી વેક્સીન લેવા માટે કોર્પોરેશનના નવીધરતી ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પુત્ર સાથે આવી પહોંચ્યા હતા. વેક્સિન લેવા માટે ઉત્સાહભેર આવી પહોંચેલા ભરતભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લેતા લોકોનો વિશ્વાસ વધી ગયો છે. વેક્સિન સુરક્ષીત હોવાની લોકોને ખાતરી થઇ ગઇ છે. દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જોઇએ. વેક્સિન આપણા આરોગ્યની સુરક્ષા માટે જરૂરી છે. આજે મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. વેક્સિન લીધા પછી બે કલાક ઉપરાંતનો સમય થઇ ગયો છે. મને વેક્સિન લીધા પછી કોઇ તકલીફ થઇ નથી. 28 દિવસ બાદ બીજો ડોઝ લેવા માટે પણ હું ફીટ છું. મારી લોકોને અપીલ છે કે, લોકો વેક્સિન લે અને સુરક્ષીત રહે.

24 કેન્દ્રો પૈકી 20 કેન્દ્રો ઉપર 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લીધી હતી
24 કેન્દ્રો પૈકી 20 કેન્દ્રો ઉપર 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લીધી હતી

કલેક્ટરે વેક્સિન લેનાર લોકોની તબિયત પૂછી હતી
વડોદરા નજીક આવેલા વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વરણામા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને વેક્સિન લેનાર લોકોને તબિયત પૂછી હતી. વડોદરા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીના બે તબક્કા દરમિયાન જે લોકોએ વેક્સિન લીધી છે. તે લોકોને કોઇ આડ અસર થઇ નથી. વેક્સિન કોરોનાની મહામારી સામે રક્ષણ આપનારી છે. જેથી લોકોએ જ્યારે વેક્સિન લેવાનો સમય આવે ત્યારે કોઇપણ જાતના ડર વિના વેક્સિન લેવા અપીલ કરું છું.

પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લીધી
પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લીધી

કલેક્ટરે કોરોનાની રસી લેનારા વડીલોને બિરદાવ્યા
વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી લેનારા વડીલોને બિરદાવ્યા હતા અને એમનું સન્માન કર્યું હતું. તેમને જિલ્લામાં 60થી ઉપરની વયના 1.32 લાખથી વધુ વડીલો તેમજ 45થી 60 વર્ષની ઉંમરના 5 હજારથી વધુ કો-મોર્બિડ લોકોને રસી આપવાના આયોજનની વિગતો મેળવી હતી અને રસી મુકાવવાની વડીલો ની તત્પરતા ને પ્રેરણાદાયક ગણાવી હતી.

કલેક્ટરે કોરોનાની રસી લેનારા વડીલોનું સન્માન કર્યું હતું
કલેક્ટરે કોરોનાની રસી લેનારા વડીલોનું સન્માન કર્યું હતું

આજે 45થી 60 વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે
ઉલ્લેખનિય છે કે, વડોદરા જિલ્લામાં 10,783 હેલ્થ વર્કર અને 12794 ફ્રન્ટલાઇન વર્કરો મળીને કુલ 23,577 લોકોએ વેક્સિન લીધી છે. આજથી શરૂ થયેલા ત્રીજા તબક્કાના રસીકરણમાં 45થી 60 વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વડોદરા શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો અને વડોદરા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રસી લેવા માટે આવેલા લોકોનો આરોગ્ય એપ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...