સોખડા જૂથવાદ વિવાદ:પિતાએ કહ્યું- સંતોએ અનુજને માર માર્યા બાદ મંદિરમાં પેંડા-જલેબી વહેંચાયાં હતાં, ચૌહાણ પરિવારે સોશિયલ મીડિયામાં આપવીતી વર્ણવી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરેન્દ્રસિંહ ચૌહાણ (અનુજના પિતા). - Divya Bhaskar
વિરેન્દ્રસિંહ ચૌહાણ (અનુજના પિતા).
  • અનુજને કંઈક થયું હોત તો તેના પીએમથી માંડીને શ્રદ્ધાંજલિ સુધીની વ્યવસ્થા ગોઠવણ થઈ જાત

સોખડા મંદિરમાં ચાર સંતો દ્વારા સેવક અનુજ ચૌહાણને મૂઢમાર મારવાની ઘટના બાદ સેવક અને તેનો પરિવાર સંતોના ડરથી છેલ્લા પાંચ દિવસથી ભુગર્ભમાં ઉતરી ગયો છે. પાંચમાં દિવસે અનુજ અને તેના પિતા વિરેન્દ્રસિંહે સોશીયલ મીડીયાના માધ્યમથી વિડિયો પોસ્ટ કરીને તેમનો પરિવાર સુરક્ષીત નથી એટલે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું અને મંદિર અને બહારનું તંત્ર સમાધાન કરવા દબાણ કરતું હોવાનું જણાવ્યું છે.

હવે સમાધાનના પ્રયત્નો કરે છેઃ પિતા
સેવકના પિતાનો આક્ષેપ છે કે, અનુજને મારમરાયા બાદ મંદિરમાં પેંડા અને જલેબી વહેચવામાં આવ્યાં હતાં. વિરેન્દ્રસિંહ ચૌહાણે પોતાના વિડિયોમાં જણાવ્યું છે કે, હું આ વિડિયોના માધ્યમથી તમામનો સંપર્ક કરૂ છું. અમારો પરીવાર ખુબ ભયમાં છે. અને તમામ અંદર અને બહારની શક્તિઓ ગમે તેમ કરીને અમને મનાવવા-સમાધાન કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. મે ઘટનાના દિવસે સાંજે જ મારી ફરીયાદ પોલીસને આપી છે. બીજા દિવસે પણ અમે અરજી માટેના કામકાજ અર્થે પોલીસ મથક પહોચ્યાં હતાં. પછી બે દિવસમાં માહોલ જોતા મને લાગ્યું કે,હવે આપણું અહીંયા રહેવું સુરક્ષિત નથી. કારણકે જે જે લોકો મારા સંપર્કમાં આવ્યાં તે લોકો મને અથવા અનુજને તેમજ મારા પરિવારને સુરક્ષિત નહીં રહેવા દે. જેથી અમે બીજા સ્થળે શિફ્ટ થઈ ગયા અને હું પોલીસ મથકે સાહેબને કહીને જ નિકળ્યો હતો કે પાંચ દિવસ માટે બહાર જાઉં છું.’

‘મારા દીકરાને કંઇક થાત તો મને PM રિપોર્ટ જ મળતો’
વિરેન્દ્રસિંહે વધુંમાં જણાવ્યું કે, અનુજને મારમારવાની ઘટના બાદ તેમનું એવું છે કે,બનાવના સ્થળે કેમેરા નથી તો એક એકાઉન્ટ વિભાગ અને રસોડા વિભાગ આ બંને સ્થળ એવા છે કે જ્યાં કેમેરા હોય જ છે.મને એટલી પુરેપુરી ખાત્રી છે કે, અનુજને માર મારવાની ઘટના કોઈએ કેમેરામાં રેકોર્ડીંગ ન કરી હોત તો ધારો કે અનુજને કાંઈક થઈ ગયું હોત, તો મારી પાસે પોસ્ટમોર્ટમના રિપોર્ટથી માંડીને શ્રધ્ધાંજલી સુધીની વ્યવસ્થિત ગોઠવણ આવી જાત. તો બધાને એવું લાગત કે અનુજ આકસ્મિક રીતે જ મૃત્યું પામ્યો છે. હાલ જે જે લોકો સંપર્કમાં આવાના પ્રયત્ન કરે છે, તમામ પ્રકારની શક્તિઓ મારી પાછળ લાગી છે, જેમાં એક જ બાબત છે કે આ સામાન્ય અરજી તમે પાછી ખેંચી લો અને સમાધાન કરી લો.’

વિરેન્દ્રસિંહે જણાવ્યું કે, જો અરજી આટલી સામાન્ય છે તો શા માટે આટલું પ્રેશર કરાવો છો ? તમે ગુનો કબુલ્યો છે તો ગુનો કબુલ કરી દો. અને તે મુજબની કાર્યવાહી થવા દો. મારી કોઈ અઘટીત માંગણી નથી પરંતું ઠાકોરજીના પૈસા બગાડશો નહીં. હરિભક્તોના પૈસા યોગ્ય કાર્યમાં વાપરો. એટલી મારી પ્રાર્થના છે.અને હું સર્વે સમાજ-સાધુ-સંતોને પણ પ્રાર્થના કરૂ છું.કે અનુજને ન્યાય મેળવવા આપ જે મદદ કરી શકતા હોય તે કરો.બાકી અમારો પરીવાર અંત સમય સુધી આ પગલું પાછુ નહી ખેચે તેની પુરેપુરી ખાત્રી છે.