તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૉકિંગ CCTV:ગોધરામાં રાહદારી મહિલાને આખલાએ શિંગડાંમાં ભેરવીને રોડ પર પટક્યા, મહિલાની હાલત ગંભીર, પાલિકાના પાપે પ્રજાના જીવ જોખમમાં મુકાયા

ગોધરાએક મહિનો પહેલા
  • ગોધરા નગરપાલિકા રખડતાં ઢોરો મામલે કોઈ કાર્યવાહી કરતી નથી

ગોધરાના વાવડી પેટ્રોલપંપ પાસે રોડ વાહનની રાહ જોઈને ઊભેલી મહિલાને આખલાએ શિંગડાંમાં ભેરવીને રોડ પર પટકી દીધી હતી, જેને પગલે મહિલા ગંભીર રીત ઇજાગ્રસ્ત થઈ હતી, જેથી મહિલાને સારવાર અર્થે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલા પર આખલાના હુમલાની ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.

રોડ પર ઊભેલી મહિલાને આખડાએ શિંગડાંથી ઉછાળી
ગોધરાના સંત રોડનાં રહેવાસી 45 વર્ષીય મીનાબેન ગાંધી કામ અર્થે બહાર નીકળ્યાં હતાં અને કામ પતાવીને તેઓ ઘરે જવા માટે માર્ગ પર વાહનની રાહ જોઈને ઊભાં હતાં. એ દરમિયાન પાછળથી આવતા આખલાએ તેમને શિંગડાંથી ઉછાળી દેતાં તેઓ રોડ પર પટકાયાં હતાં અને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં હતાં.

વાહનની રાહ જોઈને ઊભેલી મહિલાને આખલાએ શિંગડાંમાં ભેરવીને રોડ પર પટકી દીધી.
વાહનની રાહ જોઈને ઊભેલી મહિલાને આખલાએ શિંગડાંમાં ભેરવીને રોડ પર પટકી દીધી.

અધિકારીઓ ગોધરાના રખડતાં ઢોરોને પકડવાની તસદી લેતા નથી
ગોધરા શહેરમાં તાજેતરમાં બગીચા પાસે બે આખલા લડતાં અનેક વાહનોને નુકસાન થયું હતું. નગરપાલિકાના બેજવાબદાર અધિકારીઓ ગોધરા શહેરના રસ્તાઓ પર બેસતાં ઢોરોને ખસેડવાની કે પકડવાની તસદી લેતા નથી. નેતાઓ માટે હંમેશાં ખડેપગે ઊભા રહેતા પાલિકાના અધિકારીઓને પ્રજાને પડતી મુશ્કેલી દૂર કરવામાં રસ ન હોય એમ લાગી રહ્યું છે.

વડોદરામાં પાલિકાના કર્મચારીને ગાયે અડફેટે લીધા હતા
3 દિવસ પહેલાં જ ઓફિસથી ઘરે જઇ રહેલા વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને ગાયે ભેટીએ ચઢાવતાં હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા અરવિંદભાઇ પરમાર મંગળવારે સાંજે તેઓ નોકરી પરથી છૂટીને બાઇક પર ઘર તરફ જઇ રહ્યા હતા. એ દરમિયાન મહેશ કોમ્પ્લેક્સ પાસે રસ્તા ઉપર બેઠેલા ગાયોના ટોળાએ દોડાદોડ શરૂ કર્યું હતું, જેમાં એક ગાયે બાઇકચાલક અરવિંદભાઇ પરમારને ભેટીએ ચઢાવતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા.

મહિલા પર આખલાના હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
મહિલા પર આખલાના હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

હાથ અને પગમાં એકથી વધુ ફ્રેક્ચર થઈ ગયાં
અરવિંદભાઇને ગાયે ભેટીએ ચઢાવતાં તેમના હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. અરવિંદભાઇ રોડ પર પટકાતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઇજા પામેલા અરવિંદભાઇને તરત જ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. ગાયે ભેટીએ ચઢાવતાં અરવિંદભાઇનો જીવ બચી ગયો છે, પરંતુ તેમના હાથ અને પગમાં એકથી વધુ ફ્રેક્ચર થઇ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું.

માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ છે
નોંધનીય છે કે વડોદરા શહેરના માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ પુરવાર થઇ રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોરપાર્ટી દ્વારા ગાયો પકડવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ કોર્પોરેશનની ઢોરપાર્ટી પોલીસ-બંદોબસ્ત સાથે ગાયો પકડવા જાય છે, ત્યારે ગૌપાલકો પોતાની ગાયોને ઢોરપાર્ટીથી બચાવવા માટે બાઇકો પર લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે નીકળી પડે છે. નવાપુરા વિસ્તારમાં કોર્પોરેશનની કામગીરીમાં અવરોધરૂપ બનેલા ગૌપાલકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે.

પાલિકા રખડતા ઢોરોના માલિકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી.
પાલિકા રખડતા ઢોરોના માલિકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી.

રખડતી ગાયોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સ્માર્ટસિટીની વાતો કરતા શાસક ભાજપ 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે. વડોદરામાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં કોર્પોરેશનમાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતી ગાયોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે,પરંતુ તેનો કોઇ અમલ થતો નથી.