શહેરના 5 ગીચ વિસ્તારોમાં મહિલા પોલીસ દ્વારા ઈ-સાઇકલ મારફતે પેટ્રોલિંગ કરાશે. આ પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાત સ્થાપના દિવસ 1 મેના દિવસે કરાઈ હતી. ગીચ વિસ્તારમાં પીસીઆર વાન જઈ શકતી ન હોવાથી ઇ-સાઇકલથી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં નાગરિકો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા એક નવો અભિગમ શરૂ કરાયો છે. મહિલા પોલીસ સેલ દ્વારા ગીચ વિસ્તારોમાં જ્યાં પીસીઆર વાન જઈ શકતી ન હોય ત્યાં ઇ-સાઇકલ વડે પેટ્રોલિંગ કરાશે.
હાલમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ઉપરાંત, સયાજીગંજ, ગોત્રી, સિટી અને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ માટે દરેક પોલીસ સ્ટેશનમાં ચાર્જિંગની પણ વ્યવસ્થા કરાઈ છે. જે વિસ્તારમાં જે સમયે ભીડ વધુ હોય તે સમયે પેટ્રોલિંગ કરાશે. હાલ મંગળબજાર, કમાટીબાગ, કડકબજાર, એમજી રોડ, ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા રોડ સહિતના ગીચ વિસ્તારોમાં ઇ-સાઇકલ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું છે.
5 પોલીસ મથકમાં 2- 2 ઇ-સાઇકલ અપાઇ
શરૂઆતના તબક્કે આ પ્રોજેક્ટ માટે પાણીગેટ, સયાજીગંજ, ગોત્રી, સિટી અને રાવપુરા પોલીસ સ્ટેશનને 2-2 ઇ-સાઇકલ ફાળવવામાં આવી છે. 2થી 3 કલાકમાં ફુલ ચાર્જ થઈ જતી આ ઇ-સાઇકલ 25થી 30 કિલોમીટર સુધી ચાલી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.