તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • PCR Van Of Nandesari Police Station In Vadodara Hit The Bike, Seriously Injuring Two Youths, Who Were Taken To Hospital In The Van That Caused The Accident.

અકસ્માત:વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની PCR વાને બાઇકને અડફેટે લીધી, બે યુવાનોને ગંભીર ઇજા, અકસ્માત કરનાર વાનમાં જ હોસ્પિટલ લઇ જવાયા

વડોદરા21 દિવસ પહેલા
નંદેસરી પોલીસની PCR વાનની અડફેટમાં આવી ગયેલા બાઇક સવાર બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી
  • ઇજાગ્રસ્તોના પરિવારજનોએ PCR વાનના ચાલક સામે ફરિયાદ કરવાની માગણી કરી

વડોદરા નજીક આવેલા નંદેસરી પોલીસની PCR વાનની અડફેટમાં આવી ગયેલા બાઇક સવાર બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને અકસ્માત કરનાર પોલીસની વાનમાં જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

રેસ્ટોરન્ટમાંથી જમવાનુ લઇને જઇ રહેલા બે કર્મચારીઓને વાને અડફેટે લીધા
નંદેસરી પોલીસ સ્ટેશનથી PCR વાન નંદેસરી ફાટક પસાર કરી હાઇવે તરફ જઇ રહી હતી. દરમિયાન બાઇક સવાર બે યુવાનોને વાને અડફેટે લીધા હતા. જેમાં બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનો નંદેસરીની ખાનગી કંપનીના કર્મચારી છે. બંને નંદેસરી હાઇવે ઉપર આવેલી રેસ્ટરોરેન્ટમાં પોતાનું જમવાનું લેવા માટે ગયા હતા. જમવાનું લઈને પરત આવતી વખતે સામેથી પુરઝડપે આવી રહેલી નંદેસરી પોલીસની PCR વાને અડફેટે લેતા બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બંને નંદેસરી હાઇવે ઉપર આવેલી રેસ્ટરોરેન્ટમાં પોતાનું જમવાનું લેવા માટે ગયા હતા
બંને નંદેસરી હાઇવે ઉપર આવેલી રેસ્ટરોરેન્ટમાં પોતાનું જમવાનું લેવા માટે ગયા હતા

અકસ્માત કરનાર વાનમાં જ હોસ્પિટલ લઇ જવાયા
ગંભીર રીતે ઘવાયેલ 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અકસ્માત કરનાર PCR વાનમાં જ નંદેસરીની દિપક ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપીને છાણી સ્થિત પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અકસ્માત કરનાર PCR વાનમાં જ નંદેસરીની દિપક ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા
અકસ્માત કરનાર PCR વાનમાં જ નંદેસરીની દિપક ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા

પરિવારજનોએ PCR વાનના ચાલક સામે ફરિયાદ કરવાની માગણી કરી
મોડી રાત્રે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. પોલીસે આ બનાવ ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ઇજાગ્રસ્તોના પરિવારજનોએ PCR વાનના ચાલક સામે ફરિયાદ કરવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...