વિવાદ:PCR ચાલકનો SSGની મહિલા કર્મીના પુત્ર પર હિચકારો હુમલો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલા કર્મીના એકતરફી પ્રેમમાં પાગલ વાન ચાલકનો પુત્રના અપહરણનો પ્રયાસ, સગીરને SSGમાં ખસેડાયો

સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના એક તરફી પ્રેમમાં પડેલા પીસીઆર વેનનો કોન્ટ્રાક્ટનો ડ્રાઇવર વારંવાર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જોકે મહિલા સહમત ન થતાં તેના 17 વર્ષીય પુત્રને શુક્રવારે ભીમનાથ બ્રિજ પાસે અટકાવી અપહરણનો પ્રયાસ કરી માર મારતાં માથામાં ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમ ખસેડાયો હતો. બનાવ અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સયાજી હોસ્પિટલનાં મહિલા કર્મચારીના પતિ ન હોવાને કારણે પોલીસની પીસીઆર વેન ચલાવતો કોન્ટ્રાક્ટનો ડ્રાઇવર તેની સાથે સંબંધ રાખવા માટે છેલ્લા ઘણા સમયથી હેરાન કરતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ રાવપુરા પોલીસને શનિવારે મહિલાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ તેની સામે રાવપુરામાં ફરિયાદ થઈ હતી. હેરાન કરવા છતાં મહિલાએ મક્કમતાથી તેનો સામનો કરતાં ડ્રાઇવરે શુક્રવારે ટ્યૂશન ક્લાસથી ઘરે પરત જતા મહિલાના 17 વર્ષીય પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને માર માર્યો હતો.

ઇજાગ્રસ્ત છોકરાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા તેમનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે મહિલાએ સમાજના ડરથી આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. માત્ર તેમના પુત્રને ભીમનાથ બ્રિજ પાસે પોલીસ અને અન્ય એક વ્યક્તિએ માર માર્યો હોવાની ઘટના નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...