કાર્યવાહી:LCB જવાને જેના રૂપિયા લીધા તેનો દારૂ PCBએ પકડી પાડ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બૂટલેગર લાલાને દારૂ અને 2 કાર સાથે ઝડપ્યો
  • લાલાએ​​​​​​​ LCB જવાનોનો વીડિયો ઉતાર્યાની ચર્ચા

તરસાલી વિસ્તારના કુખ્યાત બુટેલગર દ્વારા દારૂના જથ્થાના કટિંગ સમયે જ પીસીબી શાખાએ ત્રાટકી વિદેશી દારૂનો જથ્થો અને બે વૈભવી કાર સાથે બૂટલેગરોને ઝડપ્યા હતા. પોલીસે 9.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીસીબી પી.આઇ જે.જે પટેલે બાતમીને આધારે પીસીબીની ટીમને દરોડા માટે સૂચના આપી હતી. તરસાલી અયોધ્યા નગર પાછળ આવેલા યુએલસીના મકાન પાછળના મેદાનમાં પોલીસ પહોચતાં સોમનાથ નગરનો બુટલેગર પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ બલેનો કારમાં વિદેશી દારૂ લઇને ઉભો હતો અને કિયા કાર લઇને આવેલા ધવલ પ્રજાપતિને જથ્થો આપતો હતો.

પોલીસે બંનેને ઝડપી દારૂના 1056 નંગ પાઉચ, મોબાઈલ ફોન, કાર મળી 9.48 લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. બે દિવસ અગાઉ એલસીબી પોલીસના રૂપિયા લેતા વાઇરલ થયેલા વિડિયોમાં બે પોલીસ જવાન સસ્પેન્ડ થયા હતા. એ વીડિયો આજે પકડાયેલા તરસાલીના લાલાએ ઉતારી વાઇરલ કર્યું હોવાની ચર્ચા શહેરભરમાં હતી.

અન્ય સમાચારો પણ છે...