અખાદ્ય ગોળનો જથ્થો મળ્યો:વડોદરાના બિલ ગામ પાસેથી 11 લાખની કિંમતનો 44 હજાર કિલો અખાદ્ય ગોળ PCB જપ્ત કર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોડાઉનમાંથી 44 હજાર કિલો અખાદ્ય ગોળ જપ્ત કરવામાં આવ્યો છે - Divya Bhaskar
ગોડાઉનમાંથી 44 હજાર કિલો અખાદ્ય ગોળ જપ્ત કરવામાં આવ્યો છે
  • FSLની ટીમે સડેલા ગોળની તપાસ કરી

વડોદરા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરતા બિલ ગામ પાસેથી એક ગોડાઉનમાંથી 44 હજાર કિલો અખાદ્ય ગોળ જપ્ત કરવામાં આવ્યો છે.

FSL દ્વારા ગોળની તપાસ
વડોદરામાં પીસીબીને બાતમી મળી હતી કે, બિલ ગામ રોડ સિલસર કંપની પાસે અખાદ્ય ગોળનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. જેના આધારે પીસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનના માલિક પ્રિયલ ઠાકોરભાઈ સુખડિયા (રહે. લકુલીશનગર, શારદા હાઇસ્કુલ પાસે, પાદરા, વડોદરા) હાજર મળી આવ્યા હતા. ગોડાઉન માલિકને આ ગોળના જથ્થા અંગે ટેસ્ટીંગ રિપોર્ટ માંગતા તેવો કોઈ જવાબ આપી શક્યા ન હતા. જેથી પીસીબી દ્વારા ઘટના સ્થળ પર એફ.એસ.એલ.ની ટીમને બોલાવવામાં આવી હતી અને તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આ સડેલો ગોળ હોવાનું જાણવા મળ્યું હતું
પ્રાથમિક તપાસમાં આ સડેલો ગોળ હોવાનું જાણવા મળ્યું હતું

સડેલો ગોળ પોલીસે જપ્ત કર્યો
પ્રાથમિક તપાસમાં આ સડેલો ગોળ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સમગ્ર જથ્થો માંજલપુર પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 44 હજાર 850 કિલો ગોળની કિંમત 11 લાખ 21 હજાર આંકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...