વડોદરા ક્રાઈમ ન્યૂઝ:નકલી બાયોડિઝલ વેચવાના કૌભાંડમાં બે મુખ્ય આરોપીને PCBએ વડોદરામાંથી ઝડપ્યા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બે મુખ્ય આરોપીને PCB દ્વારા ઝડપી લેવામાં આવ્યા. - Divya Bhaskar
બે મુખ્ય આરોપીને PCB દ્વારા ઝડપી લેવામાં આવ્યા.
  • બે ફરાર થયેલા આરોપીઓ ઝડપાયા

શહેરના દશરથ ગામ નજીક નેશનલ હાઇવે પર બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલીયમ પદાર્થના ગેરકાયદે વેચાણ અને વપરાશ કરતા બે મુખ્ય આરોપીને PCB (પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો
વડોદરા શહેર નજીક દશરથ ગામ પાસે નેશનલ હાઇવે પર રણછોડજીના મંદિરની બાજુમાં શિવ ટ્રાન્સપોર્ટમાં ગત માર્ચ મહિનામાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં કંપાઉન્ડમાં ઓરડીની અંદર ગ્રાઉન્ડ ટાંકી બનાવી તેમાં બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલીયમ પદાર્થનો જથ્થો સરકારી ઓથિરિટીના લાયસન્સ અને NOC વિના સંગ્રહ કર્યો હોવાનું અને વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ શખ્સોને ઝડપી લઇ ફ્યુઅલ પંપ, ટેન્કર સહિત 32 લાખ 75 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને બે મુખ્ય આરોપીઓ ફરાર હતા.

બે મુખ્ય આરોપીની ધરપકડ
PCB દ્વારા બે ફરાર આરોપીઓ મિતેષ ચિત્રકેતુ પટેલ (રહે. અમીતનગર સોસાયટી, અમીતનગર બ્રીજ પાસે, વીઆઇપી રોડ, વડોદરા) અને અજય કિરીટકુમાર શાહ (રહે. શ્રી રંગ સોસાયટી, ફતેસાગર ફ્લેટની સામે, ફતેગંજ, વડોદરા)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...