તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:રજિસ્ટ્રાર કચેરીમાં પેમેન્ટ ઓનલાઇન કરવાનું રહેશે, ફીનું ચુકવણું ઓનલાઇન કરવાનું રહેશે

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારના આદેશ મુજબ જિલ્લાની  ડેસર, શિનોર અને વાઘોડિયાની સબ રજિસ્ટ્રાર કચેરી કાર્યરત થઇ છે. ત્યારે કોઈ અરજદારને સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી શોધ કે નકલ મેળવવી હશે તો તેને નકલ માટેની ફીનું ચુકવણું ઓનલાઇન કરવાનું રહેશે.  વડોદરાના નોંધણી નિરીક્ષક અજયકુમાર ચારેલે જણાવ્યું હતું કે, કોરોનાના પગલે જિલ્લાની વાઘોડિયા, શિનોર અને ડેસરની સબ રજિસ્ટ્રાર કચેરીઓને ખોલવામાં આવી છે. અરજદારને શોધ કે નકલ માટે ચુકવવાની ફી ગરવી ગુજરાત વેબસાઈટ પરથી ભરી શકશે. અરજદારે http://egarvi.gujarat.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. અરજદારોએ ઇ-પેમેન્ટ દ્વારા કરેલી ચુકવણીનું અસલ ચલણ અને અરજી ફોર્મ નં. 3  સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી શોધ-નકલ મેળવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો