તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેરાનો આદેશ:90 બંગ્લાના રહીશોને મેન્ટેનન્સ-વ્યાજ ચૂકવો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોત્રી એલીગન્સ એપ્પલના બિલ્ડરને રેરાનો આદેશ
  • CCTV કેમેરા પણ ન લગાવાયા હોવાની રજૂઆત

ગોત્રી સેવાસી રોડ પરની અેલીગન્સ અેપ્પલ નામની સ્કીમના બિલ્ડરે રહીશોને સ્કીમ પૂરી થઈ ગઈ હોવા છતાં મેન્ટેનન્સની રકમ ચૂકવી નહોતી. જેથી રહીશોએ રેરામાં રજૂઆત કરતાં 30 દિવસમાં મેન્ટેનન્સની રકમ વ્યાજ સાથે ચૂકવવાનો રેરા દ્વારા અાદેશ કરવામાં અાવ્યો છે.

આ કેસની વિગત અેવી છે કે, અેલીગન્સ અેપ્પલમાં 90 બંગલાની સ્કીમ મૂકવામાં અાવી હતી અને દરેક વ્યક્તિ પાસેથી મેન્ટેનન્સ પેટે રૂા.90,000 લેવામાં અાવ્યાં હતા. સ્કીમ જુલાઇ 2018માં પૂરી થઇ ગઇ હતી. જોકે, બિલ્ડર દ્વારા સોસાયટી રજિસ્ટર કરાવીને મેન્ટેનન્સની રકમ ચૂકવવામાં અાવી ન હતી. બિલ્ડર દ્વારા રકમ ચૂકવવામાં ન અાવતાં રહીશોઅે રેરામાં દાદ માગી હતી. જેમાં રહીશો દ્વારા મેન્ટેનન્સની રકમ ન અાપવાની તેમજ સીસીટીવી કેમેરા લગાવવામાં અાવ્યા ન હોવાની રજૂઅાત કરવામાં અાવી હતી.

અા અરજી પરની સુનાવણી હાથ ધરાયા બાદ બંને પક્ષની રજૂઅાત સાંભળ્યા બાદ બિલ્ડરને 30 દિવસમાં મેન્ટેનન્સની રકમ વ્યાજ સાથે પરત ચૂકવી અાપવાનો અને સોસાયટીનો કબજો સોંપી દેવાનો અાદેશ કર્યો હતો. અા ઉપરાંત સ્કીમમાં બે બોરવેલ પણ 30 દિવસમાં બનાવી અાપવાનો અને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં 3 માસમાં જોડાણ અાપવાનો પણ અાદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો