ઉદાહરણીય પહેલ:પાવીજેતપુરના મુસ્લિમોએ મસ્જિદના લાઉડ સ્પીકરનો અવાજ નિયમબદ્ધ કર્યો

વડોદરા24 દિવસ પહેલાલેખક: વીરેન્દ્રસિંહ વર્મા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્વયંભૂ પગલું લઇ વિવાદ છંછેડાવા જ ના દીધો
  • UP સરકાર ધાર્મિક સ્થાનોના લાઉડ સ્પીકરનો અવાજ નિયમબદ્ધ કરાવી રહી છે

ઉતર પ્રદેશ સરકાર ધાર્મિક સ્થાનોના લાઉડ સ્પીકરનો અવાજ નિયમ બદ્ધ કરાવી રહી છે. ત્યારે છોટાઉદેપુરના પાવીજેતપુરના મુસ્લીમ બિરાદરોએ સ્વયંભુ મસ્જીદના લાઉડ સ્પીકરનો અવાજ નિયમબદ્ધ કરી કોમી એખલાસમાં પડકાર બનતાંને લપડાક આપી છે. પાવીજેતપુરમાં કોમી એખલાસની લાગણી હિન્દુ-મુસ્લીમોમાં પ્રબળ બની છે.

છેાટાઉદેપુર જિલ્લાનું પાવી જેતપુર નગરમાં બેડા ફળિયામાં વરસો જૂની મસ્જીદ છે જયાં અજાનના સમયે લાઉડ સ્પીકર વાગતું હતું પણ મસ્જીદના સતાધીશો અને ટ્રસ્ટીઓને લાગ્યું હતું કે ‘હાલ દેશમાં લાઉડ સ્પીકરનો અવાજ નિયમ બદ્ધ કરવા કેટલીક રાજય સરકારો પ્રયાસ કરે છે ત્યારે આપણે જાતે લાઉડ સ્પીકરનો અવાજ નિયમ બદ્ધ કરવા કેમ ના પ્રયાસ કરવો જોઈએ? આ માટે બે દિવસ બેઠકોનો દોર ચાલ્યો હતો અને ચર્ચાને અંતે રમજાનના પવિત્ર માસમાં લાઉડ સ્પીકરનો અવાજ નિયમબદ્ધ કરવા નિર્ણય લેવાયો હતો. આ સંબંધે મસ્જીદના પૂર્વ ટ્રસ્ટી અને પાવી જેતપુરના મુસ્લીમ અગ્રણી પૂર્વ ડે.સરપંચ મો.ઇકબાલ રેન્જરે જણાવ્યું કે ‘કોઈ પણ વાત કે ચર્ચામાં બધા સંમત હોય તે જરૂરી નથી. પણ અમે વિચારણાના અંતે નિર્ણય લીધો છે. અમારો આશય એ હતો કે કોઈ આપણને કહે અને તેનો અમલ કરીએ તેના કરતાં આપણે આ દિશામાં જાતે કેમ ના આગળ વધી શકીએ. મને ખુશી છે કે બધા જ મુસ્લીમ અગ્રણીઓ મસ્જીદની અજાનના સમયે લાઉડ સ્પીકરનો અવાજ નિયમબદ્ધ રાખવામાં સંમત હતા. અમારો આશય લાઉડ સ્પીકરના અવાજથી કોઈ ધર્મના લોકોને પરેશાની ના થાય તે છે. આપણા માટે આપણો દેશ પહેલો છે અને તેમાં કોઈ અપ્રિય ઘટનાના બને તેનો ખ્યાલ રાખવાની આપણી જવાબદારી છે તે ભૂલાવવી ના જોઈએ.

અન્ય શહેરોના લોકોએ શિખવું જોઈએ
પાવીજેતપુર નગરમાં કોઈ પણ જાતના વાદ-વિવાદ વગર મસ્જીદના લાઉડ સ્પીકરનો અવાજ નિયમ બદ્ધ કરી અનેાખી પહેલ કરી છે. ‘ આ પાવીજેતપુરના મુસ્લીમોની ઉદારતમ નીતિમતા અને વિચારોને અન્ય નગરના લોકોએ બોધપાઠ લેવો જોઈએ. - અંકિત શાહ, ડે.સરપંચ. પાવીજેતપુર

અન્ય સમાચારો પણ છે...