તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનીકરણના વિચારનું નિકંદન!:સાંસદે લેડીઝ કલબના નામે દત્તક લીધેલા પ્લોટ પર ઝાડના સ્થાને ‘પેવર બ્લોક’ ઉગ્યા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 80 કરોડનું ભંડોળ છતાં વ્યાજ જેટલો પણ ખર્ચ નહીં
  • દત્તક આપેલા 46 પ્લોટ પૈકી 36ની ફાળવણી મુદત પૂરી થવા છતાં પરત ન લીધા કે રિન્યુ ન કર્યા
  • ચાણક્યપુરીના લેડીઝ ક્લબને આપેલા પ્લોટ બહાર કોંગ્રેસના દેખાવો

ગ્રીન પ્લોટ તરીકે પાલિકાના ચોપડે અનામત 75 પ્લોટની ફાળવણી કરવાની કવાયત વચ્ચે અગાઉ ફાળવેલા 46 પ્લોટનો વિવાદ ચગ્યો છે. ન્યૂ સમા રોડ પર વનીકરણ માટે સાંસદ રંજનબહેન ભટ્ટની લેડીઝ કલબ ચાણકયપુરીને અપાયેલા પ્લોટમાં વૃક્ષારોપણના બદલે સાંસદની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકની કામગીરી થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. મંગળવારે આ પ્લોટ પાસે દેખાવો કરાયા હતા.આ પ્લોટમાં વનીકરણના નામે કોઈ કામગીરી થઈ નથી અને 12 હજાર ચો. ફૂટના પ્લોટમાં ઓછામાં ઓછા 1 હજાર વૃક્ષો હોવા જોઈએ તેમ જણાવી શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાલિકાના કોંગ્રેસના નેતાએ પ્લોટ પરત લેવા મ્યુ.કમિશનર-મેયરને આવેદન આપ્યું હતું.

કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે પાલિકા પાસે 80 કરોડ વૃક્ષારોપણ માટે અનામત છે. તેનો રીવોલ્વીંગ ફંડ તરીકે વપરાશ કરાય તો વ્યાજમાંથી તમામ પ્લોટ ગ્રીન થઈ જાય અને ખાનગી પેઢી કે રાજકીય નેતાઓને ગ્રીનબેલ્ટના પ્લોટ આપવા ન પડે. પ્લોટની નિભાવણી નિયમ પ્રમાણે દસ વર્ષની મર્યાદા પૂરી થાય તો તેવા પાછા લેવા જોઈએ કે કોર્મશિયલ વપરાશ હોય તો ભાડુ લેવુ જોઇએ.

શહેરમાં ગ્રીન કવર ઘટ્યું અને ગ્રે કવર વધ્યું છે
શહેરના રસ્તા પહોળા કરવા કે લાઈવ બનાવવાની કામગીરી વખતે વૃક્ષો કાપવામાં આવે છે. શહેરમાં અર્બન ફોરેસ્ટ બની રહ્યા છે તે એ સારી વાત છે પણ પહેલા કરતા ગ્રે કવર વધ્યું છે એટલે કે ગ્રીન કવર ઘટ્યું છે. > જીતેન્દ્ર ગવલી, બોટનિસ્ટ

7.47 લાખ વૃક્ષો પૈકી 3.47 લાખ જ બચ્યાં, કોંગ્રેસનો આ​​​​​​​ક્ષેપ
વડોદરામાં સિમેન્ટ કોન્ક્રીટ નું જંગલ વધ્યું છે અને તેના કારણે ગ્રીન કવરમાં 50% નો ઘટાડો થયો હોવાનો કોંગ્રેસે અાક્ષેપ કર્યો છે. વર્ષ 2011ના સર્વે મુજબ 7.47 લાખ વૃક્ષો હતા તે હાલમાં 3.47 લાખ વૃક્ષો છે. પાછલા 10 વર્ષમાં ટ્રી-કવર 50 ટકા ઓછું થયું છે અને વૃક્ષો કપાઈ ગયા છે.સામાજીક વનીકરણ વિભાગ અને પાલિકાના સંયુક્ત સર્વેમાં વડોદરા શહેરમાં 2011માં 7,47,193 વૃક્ષ હતા, જે 2020માં ઘટીને 3,15,354થી 3,47,186 સુધી થઈ ગયા છે એટલે લગભગ 4 લાખની આસપાસ વૃક્ષો તો કપાઈ ગયા છે. આ બંને આંકડા મેન્યુલ અને મશીનરી મુજબ ગણતરીમાં લેવાયા છે તેમ પાલિકાના કોંગ્રેસના નેતા અમી રાવતે પર્યાવરણવિદ તરીકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...