પરીપત્ર જાહેર:MSUમાં હંગામી શિક્ષકોની ભરતી કરવાનો માર્ગ મોકળો, બિન-શૈક્ષણિક જગ્યાઓ ભરવા આઉટસોર્સિંગ કરવા કહ્યું

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીમાં 11 મહિનાના કરાર પર શિક્ષકોની ભરતીની જાહેરાત

રાજ્યની યુનિ.ઓમાં 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા સરકારે પરીપત્ર જાહેર કર્યો છે. બિન-શૈક્ષણિક જગ્યાઓ ભરવા આઉટસોર્સિંગ કરવા કહેવાયું છે. એમ.એસ.યુનિ.માં શૈક્ષણિક હંગામી શૈક્ષણિક કર્મચારીની ભરતીનો માર્ગ મોકળો થયો છે. હવે યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે 400 કરતાં વધારે શિક્ષકો કરાર આધારિત ભરતી કરવાના છે. કોમર્સ ફેકલ્ટીમાં સૌથી વધુ હંગામી શિક્ષકોની ભરતી થાય છે.

દર વર્ષે માર્ચ-એપ્રિલમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરાય છે. જેથી નવા શૈક્ષણિક સત્રથી અધ્યાપકોની ઓછી સંખ્યાથી મુશ્કેલી ઉભી ના થાય. સરકારે પરિપત્ર જાહેર કરીને ભરતીની પ્રક્રિયાની મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે 2021માં એમ.એસ.યુમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થયાના આક્ષેપો બાદ સરકારે કોઇ પણ ભરતી પહેલા સરકારની પરવાનગી લેવા સૂચનાઓ આપી હતી. ત્યારપછી કોઇ પણ ભરતી પ્રક્રિયા થઇ નથી. કરાર આધારિત શિક્ષકોની ભરતીની સાથે બિન-શૈક્ષણિક કર્મચારીઓ જેમાં વર્ગ 4ના પટાવાળા-ડ્રાઇવર સહિતની જગ્યાઓ માટે આઉટસોર્સથી ભરતી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...