તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

40 કરોડની ઠગાઇ:ઠગાઇમાં આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુબઇના બિઝનેસ મેન સાથે ભાગીદારીમાં પેઢી શરૂ કર્યા બાદ હક જતો કરવા બાબતે બનાવટી લેખ તૈયાર કરી 40.33 કરોડની કરાયેલી ઠગાઇમાં સુપ્રીમ કોર્ટના આદેશથી આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.

ગત વર્ષે વરણામા પોલીસમાં સલીમ હમીદભાઇ મેમણે બિલ્ડર નિતેશ મગનલાલ પટેલ સહિતના આરોપીઓ સામે આ મામલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે 2008માં તેમણે અને નિતેશ પટેલે કેલા એસોસિએટ્સપેઢી ઉભી કરી હતી અને જમીનની લે વેચ તથા કન્સ્ટ્રકશનનો ધંધો શરુ કર્યો હતો. તે દુબઇ રહેતા હોવાથી વ્યવહારોની સત્તા નિતેશ પટેલને આપી હતી અને નિતેશ પટેલ તેમને હિસાબ પણ આપતો ન હતો. તેમણે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે ભાગીદારી પેઢીમાંથી ભાગીદારનું નામ કાઢી નાખી 40.33 કરોડની ઠગાઇ કરી હતી.

આ મામલે સુપ્રીમ કોર્ટે 18 પેજનો ચુકાદો આપીને આરોપીઓને ઝડપી લેવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આ કેસમાં નોટ ટુ એરેસ્ટનો હુકમ નહી કર્યો હોવા છતાં ખોટા અર્થઘટન કરીને પોલીસને તેણે સમજાવી દીધી હતી. પણ આ મામલે સલીમ મેમણે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગતા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના અસ્પષ્ટ હકુમને રદ કર્યો હતો જેથી પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...