તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાથી માત્ર 55 કિલોમીટર દૂર આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની જુદા જુદા ચાર ફેઝમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવનાર છે. શહેર નજીક આવેલ માતાજીના શક્તિપીઠ પૈકીનું એક એટલે પાવાગઢ. આ પાવાગઢની ટોચે કાળકા માતાનું જગ વિખ્યાત મંદિર આવેલું છે. આ પવિત્ર યાત્રાધામમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા આવતાં હોય છે. દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ પણ મોસમમાં કોઈ જાતની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દૂધિયા તળાવ પાસે સુંદર બગીચાનું પણ નિર્માણ કરાશે, સાથે ત્યાં આવનારા ભક્તો માટે થિયેટર પણ બનાવશે
યાત્રાધામ પાવાગઢમાં માચીથી લઈને છેક મંદિર સુધી વિવિધ સ્વરૂપે નવીનીકરણની કામગીરી કરાઇ રહી છે. જેમાં પગપાળા રસ્તાઓ પર ચાલીને માતાજીના દર્શન માટે જનારા ભક્તોને તાપ, વરસાદ જેવી કોઈ પણ ઋતુમાં તકલીફ ન પડે તે માટે નીચેથી ઉપર સુધી શેડ બનાવવામાં આવશે. આ શેડ સીસીટીવી કેમેરા અને લાઈટિંગથી સજ્જ હશે. આ સાથે દૂધિયા તળાવ પાસે સુંદર બગીચાનું પણ નિર્માણ કરાશે, સાથે ત્યાં આવનારા ભક્તો માટે થિયેટર પણ બનાવશે. જેમાં બેસી ભક્તો માતાજીની ફિલ્મો જોઈ શકશે. ત્યારબાદ મંદિર સુધી પહોંચવાનાં પ્રાચીન પગથિયાં કે જે નાનાં હોવાના કારણે ત્યાં ભક્તોની ભારે ભીડ થાય છે ત્યાં ઉપર ચડવા અને ઊતરવા માટે અલગ-અલગ પગથિયાંનું નિર્માણ કાર્ય ચાલુ છે. જેના કારણે ભક્તો આસાનીથી મંદિર સુધી પહોંચી શકશે.
મંદિરનાં મુુખ્ય પગથિયાંનું નિર્માણ કાર્ય કરાઈ રહ્યું છેે
પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ સાથે રિનોવેશન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પાવાગઢ યાત્રાધામના રિનોવેશનની કામગીરી અંદાજે એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. આ રિનોવેશનની કામગીરી ચાર તબક્કામાં કરવામાં આવી રહી છે. જેમાં હાલ બીજા તબક્કાની કામગીરી ચાલુ છે. જેમાં રસ્તા પર શેડ બાંધવામાં આવશે અને આ શેડમાં કુલ 100 જેટલા સીસીટીવી કેમેરા અને લાઈટો લગાવવામાં આવશે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવતાં હોવાના કારણે મંદિરનાં મુખ્ય પગથિયાં પર ભારે ભીડ થતી હોય છે. આ ભીડ ન થાય તે માટે ખાસ નવાં પગથિયાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અહીં આવતા ભક્તોને આગામી વર્ષમાં પાવાગઢ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મળી રહેશે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.