તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:11મીથી પાવાગઢ - કુબેર ભંડારી સહિતના મંદિર ભક્તો માટે ખુલશે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની 15 હજારથી વધુ દુકાનો સાંજે 7 સુધી ખુલ્લી રાખી શકાશે: એક હજારથી વધુ હોટલ-રેસ્ટોરાં 50 ટકા ગ્રાહકોને બેસાડી શકશે,રાત્રે 12 સુધી હોમ ડિલિવરી

સિટી રિપોર્ટર, વડોદરા | કોરોના સંક્રમણ હળવું થતા રાજ્ય સરકારે 11 જૂન થી 26 જૂન સુધી નિયંત્રણો હળવા કર્યાં છે. જેમાં શહેરની 15 હજાર દુકાનો સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી વેપાર કરી શકશે. આ ઉપરાંત પાવાગઢ,કુબેરભંડારી,રણુ-તુળજા ભવાની સહિતના મંદિરો પણ ભક્તો માટે ખુલશે. હોટલો 50 ટકા ગ્રાહોકને બેસાડી શકશે.

શહેરની 1 હજાર જેટલી હોટલ-રેસ્ટોરાં પણ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ગ્રાહકોને બેસાડી શકશે. જોકે રેસ્ટોરાંમાં ગ્રાહક બેસાડવાની ક્ષમતા 50 ટકા સુધીની જ રાખવી પડશે.મહત્વની વાત છે કે, રાત્રી કર્ફ્યુંમાં કોઈ ફેરફાર કરાયો નથી. 11 - 26 જૂન સુધી રાતે 9 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે.

રાજ્ય સરકારે હોટલ-રેસ્ટોરાંમાં ટેકઅવે રાતે 9 વાગ્યા સુધી તેમજ હોમ ડિલિવરી રાતે 12 વાગ્યા સુધી કરી દેવાઈ છે. શહેરના 15 હજારથી વધુ દુકાનો-લારી અને ગલ્લાને સાંજે 7 વાગ્યા સુધી વેપાર કરવાની છુટ અપાઇ છેે. ધાર્મિક સ્થાનો 11 જૂનથી ખુલશે.પરંતું ધાર્મિક સ્થાનો પર એક સાથે 50 થી વધુ વ્યક્તિઓને એકત્રિત કરવાની મનાઈ ફરમાવી છે. ઉલ્લેખનિય છે કે, આ એસ.ઓ.પી સાથે 51 શક્તિપીઠમાંનું એક પ્રસિધ્ધ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂનથી ખુલશે. મંદિરમાં સવારના 6 થી સાંજના 7:30 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે. માચી સ્થિત રોપવે સેવા પણ ચાલુ થશે. રણુ તુળજા ભવાની મંદિર તેમજ શહેરના 250થી વધારે મંદિરો પણ 11 જૂનથી ખુલશે.

500થી વધુ જીમના હવે તાળા ખૂલશે
સરકારે 11 જૂન થી લાઇબ્રેરી અને જીમને 50 ટકા કેપેસિટી સાથે ચાલુ કરવાની છુટ આપી છે. શહેરમાં 500થી વધુ જીમ આવેલા છે. ત્યારે જીમ સંચાલકો પણ દરેક બેચમાં 50 ટકા મેમ્બરોને જ ઓલ્ટરનેટ બોલાવવાનું વિચારી રહ્યાં છે. સેન્ટ્રલ લાયબ્રેરી સહિત શહેરમાં આવેલી નાની-મોટી લાયબ્રેરીમાં પણ 50 ટકા કેપીસીટી સાથે 11 જૂન થી ખુલશે.

11 જૂનથી 117 બાગ-બગીચામાં ચહલ-પહલ
શહેરના કમાટીબાગ સહિતના 117બાગ-બગીચાઓને 11 જૂન થી સવારે 6 થી સાંજના 7 વાગ્યા સુધી ખોલવાની મંજુરી અપાઈ છે. જેથી હવે શુક્રવાર થી બાગ-બગીચાઓમાં લોકોની ચહલ-પહલ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...