તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Patriotic Citizens In Vadodara Have Been Trained To Fly The National Flag And Sing The National Anthem For The Last 46 Years, 3.25 Lakh People Trained

અનોખી રાષ્ટ્ર સેવા:વડોદરામાં દેશભક્ત નાગરીક છેલ્લા 46 વર્ષથી રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રગીત ગાવાની તાલીમ આપે છે, 3.25 લાખ લોકોએ તાલીમ મેળવી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સરદાર ભવન ટ્રસ્ટના નિયામક રાષ્ટ્રધ્વજ ફરકાવવા, રાષ્ટ્રધ્વજની વંદના અને સચોટ રાષ્ટ્રગીત ગાવાની તાલીમ આપીને અનોખી દેશ સેવા કરી રહ્યા છે - Divya Bhaskar
સરદાર ભવન ટ્રસ્ટના નિયામક રાષ્ટ્રધ્વજ ફરકાવવા, રાષ્ટ્રધ્વજની વંદના અને સચોટ રાષ્ટ્રગીત ગાવાની તાલીમ આપીને અનોખી દેશ સેવા કરી રહ્યા છે
 • 19 વર્ષની વયે હરેન્દ્રસિંહ ધ્વજવંદન-રાષ્ટ્રગીત ગાનની તાલીમ લેવા વડોદરા આવ્યા હતા
 • સરદાર ભવન ટ્રસ્ટના નિયામક સાચી રીતે ધ્વજ વંદન અને રાષ્ટ્રગીત ગાવાની તાલીમ આપી રહ્યા છે

દેશ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર ગીત એ ભારત હોય કે, અન્ય કોઈપણ દેશ હોય, તમામ માટે રાષ્ટ્ર માતાના ખુબ આદરણીય અને વિદ્યમાન પ્રતીકો છે. તેમનું સન્માન જાળવવું એ દેશનું સન્માન જાળવવા નું જ કામ છે અને વડોદરામાં જયુબિલી બાગ પાછળ આવેલા અને દાયકાઓથી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેલા સરદાર ભવન ટ્રસ્ટના નિયામક હરેન્દ્રસિંહ દાયમા છેલ્લા 46 વર્ષછી રાષ્ટ્રધ્વજ ફરકાવવા, રાષ્ટ્રધ્વજની વંદના અને સચોટ રાષ્ટ્રગીત ગાવાની તાલીમ આપીને અનોખી દેશ સેવા કરી રહ્યા છે.

22 દીકરીઓને રાષ્ટ્રનું આદર જાળવવાની નેમ સાથે તાલીમ લીધી
તેઓ ખાસ કરીને 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ પહેલા આ તાલીમનું આયોજન કરે છે અને આનંદની વાત એ છે કે, તેમણે આજે યોજેલા તાલીમ સત્રમાં ગોત્રીની એક સેવા સંસ્થાના ઉપક્રમે 22 દીકરીઓ સહિત વિવિધ ક્ષેત્રોના લોકોએ રાષ્ટ્રનું આદર જાળવવાની નેમ સાથે આ તાલીમ લીધી હતી.

યુવાવસ્થામાં જ તાલીમ આપવાની જવાબદારી સ્વીકારી હતી
મારું વતન નારેશ્વર પાસેનું સગડોળ ગામ એવી જાણકારી આપતાં હરેન્દ્રસિંહે જણાવ્યું કે, યુવાવસ્થાની શરૂઆતમાં જ વડોદરામાં સરદાર ભવનમાં આવી તાલીમ અપાય છે એવું અખબારમાં વાંચી આ તાલીમ લેવા હું વડોદરા આવ્યો હતો. તે સમયે રમણકુમાર રાણાએ મને આ તાલીમ આપી અને તેમના પછી મેં આ જવાબદારી સ્વીકારી લીધી અને આજ સુધી કામ ચાલુ રાખ્યું છે.

19 વર્ષની વયે હરેન્દ્રસિંહ ધ્વજવંદન-રાષ્ટ્રગીત ગાનની તાલીમ લેવા વડોદરા આવ્યા હતા
19 વર્ષની વયે હરેન્દ્રસિંહ ધ્વજવંદન-રાષ્ટ્રગીત ગાનની તાલીમ લેવા વડોદરા આવ્યા હતા

46 વર્ષમાં સવા ત્રણ લાખથી વધુ લોકોને તાલીમ આપી
તેમણે અત્યાર સુધી કેટલા લોકોને તાલીમ આપી એનો રેકોર્ડ પણ રાખ્યો છે. તે પ્રમાણે 46 વર્ષમાં તેમણે સવા ત્રણ લાખથી વધુ લોકોને, સંસ્થાઓને આ તાલીમ આપીને ખૂબ ઉમદા દેશ સેવાનું કામ કર્યું છે. આમ જુઓ તો રાષ્ટ્રવાદી પેઢીના ઘડતરમાં આ પાયાનું કામ ગણાય કારણ કે, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતએ દેશનું સન્માન અને સ્વમાન છે એને સર્વોચ્ચ આદર આપવાની આદત દેશભક્તિના સિંચનનુ પહેલું પગથિયું બની શકે.

રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા સરદાર ભવનની સ્થાપના થઇ હતી
અત્રે એ યાદ આપવાની જરૂર છે કે, વડોદરાએ પ્રજામંડળ દ્વારા રાજાશાહીમાં લોકશાહીનો અદભુત પ્રયોગ કર્યો હતો. 1944માં પ્રજામંડળ દ્વારા રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા સરદાર ભવનની સ્થાપના કરવામાં આવી હતી.

2002ની સુધારેલી ધ્વજ સંહિતા અમલમાં છે
રાષ્ટ્રધ્વજ માન્ય ખાદી ભંડારમાંથી જ ખરીદી શકાય એવી જાણકારી આપતા દાયમાએ જણાવ્યું હતું કે, ભારતની ધ્વજ સંહિતા ફ્લેગ કોડમાં રાષ્ટ્ર ધ્વજના માપ સહિત વિવિધ જોગવાઈઓ આપવામાં આવી છે જેનું ચુસ્ત પાલન દેશનું સન્માન જાળવવા કરવું અનિવાર્ય છે. સૂર્યોદય પછી જ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકાય અને સૂર્યાસ્ત પહેલાં વિધિવત અને સન્માન સહિત રાષ્ટ્ર ધ્વજ ઉતારી લેવા સહિત ખૂબ વિસ્તૃત નિયમો છે જે તેઓ આ તાલીમ હેઠળ શીખવાડે છે. આ ફ્લેગ કોડમાં અવાર નવાર સુધારા કરવામાં આવ્યા છે અને અત્યારે 2002ની સુધારેલી ધ્વજ સંહિતા અમલમાં છે.

રાષ્ટ્ર ગીત ગાતી વખતે લોકો 6 જેટલી ભૂલો કરે છે
તે જ રીતે જન ગણ મન અધિનાયક...રાષ્ટ્ર ગીત ગાતી વખતે લોકો 6 જેટલી ભૂલો કરે છે એવું તેમણે નોંધ્યું છે. એટલે તેઓ સચોટ શબ્દ રચનાનો ઉપયોગ કરી રાષ્ટ્ર ગીત ગાનનો મહાવરો કરાવે છે. સમયની સાથે રાષ્ટ્રધ્વજમાં પણ ફેરફારો થયા તે પછી વર્તમાન ધ્વજ સ્વીકારવામાં આવ્યો છે. તેમની પાસે ક્રમિક વિકાસ દર્શાવતા 7 જેટલા ધ્વજો છે જેના આધારે તેઓ રાષ્ટ્ર ધ્વજના ઇતિહાસની સમજણ આપે છે.

1944માં પ્રજામંડળ દ્વારા રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા સરદાર ભવનની સ્થાપના કરવામાં આવી હતી
1944માં પ્રજામંડળ દ્વારા રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા સરદાર ભવનની સ્થાપના કરવામાં આવી હતી

હરેન્દ્રસિંહની ભાવના અને કામ સલામને પાત્ર
બાળકને જેમ બાળપણથી વડીલોને માન આપવાના સંસ્કારો આપવામાં આવે છે તે જ રીતે રાષ્ટ્રને માન આપવાના સંસ્કાર આપવાની, આદર આપવાની આદત પાડવાની જરૂર છે. હરેન્દ્રસિંહ ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન તાલીમ દ્વારા આ અનેરા સંસ્કાર સિંચનનું કામ કરી રહ્યાં છે. એમની ભાવના અને કામ સલામને પાત્ર છે.

રાષ્ટ્રધ્વજ વિશે આ માહિતી તાલીમાર્થીઓને આપવામાં આવી હતી

 • રાષ્ટ્રધ્વજને સૂર્યોદય પછી ફરકાવી શકાય અને સૂર્યાસ્ત પહેલા ઉતારી લેવો જોઇએ.
 • રાત્રે ધ્વજ ફરક્તો રાખી શકાય નહીં આમ કરવાથી ગુનો લાગૂ પડે છે.
 • ધ્વજનો કેસરી પટ્ટો ઉપર રહે તે રીતે ધ્વજ ફરકાવવો જોઇએ.
 • ઉડી ગયેલા રંગ વાળો કે ચૂંથાઇ ગયેલો કે ફાટી ગયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાયન હીં.
 • રાષ્ટ્ર ધ્વજમાં અશોકચક્ર બંને તરફ છપાયેલું હોવું જોઇએ.
 • કોઇ પણ પ્રકારના પોષાક કે વર્દીમાં ધ્વજનો ઉપયોગ થઇ શકે નહીં.
 • ધ્વજ ઉપર કોઇ પણ પ્રકારનું લખાણ કે ચિત્રણ થઇ શકે નહીં.
 • ધ્વજની અંદર કબૂતર, પૈસા ચોખા જેવી ચીજ વસ્તુઓ મૂકવી નહીં.
 • ધ્વજને નુકસાન પહોંચે તે રીતે ફરકાવવો કે બાંધવો નહીં. રાષ્ટ્રધ્વજને ઉતરાતી વખતે પણ સન્માનપૂર્વક અવતરણ કરવું જોઇએ.
 • ફરકાવવા અયોગ્ય થયો હોય તેવા રાષ્ટ્રધ્વજનો વિધિ પૂર્વક નિકાલ કરવો જોઇએ.
 • રાષ્ટ્રગીત ગાવાનું હોય ત્યારે બધાએ સાવધાનની સ્થિતિમાં જ ઊભા રહેવું જોઇએ.
 • ધ્વજને જમીન ઉપર કે પાણીમાં પડવા દેવો જોઇએ નહીં.
 • કોઇ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા ધ્વજને નમાવી શકાય નહીં.
 • માન્ય ખાદી ભંડારમાંથી જ રાષ્ટ્રધ્વજ ખરીદવો જોઇએ.
અન્ય સમાચારો પણ છે...