વિવાદ વકર્યો:વૈષ્ણવ હવેલીની જમીનના ફર્ધર લીઝ મુદ્દે મેયર સહિતના હોદ્દેદારોને પાટીલનું તેડુ

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડાપટ્ટાની જમીન સ્વામિનારાયણ મંદિરને આપવા દરખાસ્ત
  • ભાજપનાં 2 જૂથો વચ્ચે મડાગાંઠ : ભાજપના પ્રદેશ પ્રમુખે બેઠક કરી વિગતો મેળવી

કારેલીબાગ વૈષ્ણવ હવેલીની કરોડોની કિંમતની જમીન સ્વામિનારાયણ મંદીરને જંત્રીના ભાવે ફર્ધર લીઝ પર આપવાના મુદે શહેર ભાજપના 2 જૂથો વચ્ચે મડાગાંઠ સર્જાતા સમગ્ર મામલો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના દરબારમાં પહોચ્યો છે. પ્રદેશ પ્રમુખે મેયર, શહેર ભાજપ પ્રુમખ સહિતના હોદેદારોને બોલાવી વિગતો મેળવી હતી .

કારેલીબાગમાં ગોવર્ધન નાથજી હવેલીને કોર્પોરેશન દ્વારા દાયકાઓ પૂર્વે ભાડાપટ્ટે જમીન આપી હતી. જે જગ્યાએ અત્યારે હવેલી છે તે વડતાલ તાબાના શ્રીસ્વામીનારાયણ મંદિરને પ્રોસિજર લેપ્સ કરીને બારોબાર વેચી દેવાની વાત બહાર આવતા વિવાદ વધુ વકર્યો છે. સંકલનની બેઠકમાં પદાધિકારીઓ સંગઠન સામ સામે આવી ગયા પછી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે લીઝનું કામ હાલ પૂરતું મંજૂર ના કરવાની સૂચના આપી હતી.

જોકે બુધવારે પ્રદેશ પ્રમુખે તેડું મોકલતા તેમના દરબારમાં શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, સ્થાયી અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ, મહામંત્રી સુનીલ સોલંકી ઉપસ્થિત થયા હતા.તમામ હોદેોદારોએ મોં સીવી લેતાં અને મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દેતાં બેઠકમાં શું નિર્ણય લેવાયો તે અંગે માહિતી મળી શકી ન હતી.

સુનિલ સોલંકીને મનાવી લીધા તો મનોજ પટેલે વાંધો ઉઠાવ્યો
સ્વામીનાયણ મંદિરના સંતોએ જંત્રી પ્રમાણે રકમ લેવા પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર પ્રમુખ ડો.વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ,મેયર કેયુર રોકડિયા, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલને સમજાવવા માટે બોલાવ્યા હતા. આ બેઠકમાં તમામ હોદેદારો માની ગયા હતા. જોકે મહામંત્રી સુનીલ સોલંકીને બાકાત રખાતા નારાજ થઇ વિરોધ નોંધાવ્યો હતો. સંતોએ તેમને પણ મનાવી લીધા તો કાઉન્સિલર મનોજ પટેલે વાંધો ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...