હેલ્થ:યલો ફીવરની રસી લેવા માટે દર્દીઓને અમદાવાદનો ફેરો

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આફ્રિકા જતાં અગાઉ ફરજિયાત મૂકાવી પડે છે
  • મધ્ય ગુજરાતના લોકોને સમય વેડફાટ સાથે ધક્કો

આફ્રિકાના નૈરોબી, સેન્ટ્રલ આફ્રિકાના કોંગો, પૂર્વ આફ્રિકાના કેટલાક દેશોમાં જતાં અગાઉ યલો ફિવરની રસી મૂકાવવી ફરજિયાત છે. જોકે આ રસી મૂકાવા માટે લોકોને અમદાવાદનો ફેરો પડે છે. કારણ કે એમ્બેસી દ્વારા લિસ્ટેડ હોસ્પિટલની યાદીમાં વડોદરાની એક પણ હોસ્પિટલ નથી. માત્ર વડોદરા જ નહીં દાહોદ-પંચમહાલ, આણંદ સહિતના જિલ્લાઓના સંખ્યાબંધ લોકો આફ્રિકાના વિવિધ દેશોની મુલાકાત સામાન્ય દિવસોમાં લેતા હોય છે.

વડોદરાથી જ એક અંદાજ મુજબ મહિને 50 લોકો જાય છે અને તેઓને અમદાવાદની લિસ્ટેડ હોસ્પિટલમાં આ ઉસ્ત્રીક નામની રસી લેવી પડે છે. જો સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તો વર્ષે દહાડે સેંકડો લોકોનો અમદાવાદનો ફેરો બચી શકે છે. આ વિશેની કોર્પોરેશનમાં રજૂઆત કરનાર સાામાજિક કાર્યકર ફારુક સોનીએ જણાવ્યું કે, ‘હું આ અંગેની રજૂઆત બે વર્ષથી કરી રહ્યો છું, પણ આગળ કહીશું, જોઇએ છે જેવા જવાબો જ પાલિકામાંથી મળી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...