તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક ફંગસ:દર્દીઓનાં તાળવાં- આંખ બચાવવા રોજ 30 સર્જરી

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વહેલી સવારથી મોડી રાત સુધી તબીબો સર્જરી માટે ખડે પગે
  • SSGમાં મ્યુકોરમાઇકોસિસની 2 મહિનામાં 480 સર્જરી કરાઈ

મેડિકલ હિસ્ટ્રીમાં પહેલીવાર મ્યુકોરમાઇકોસીસના અઢળક કેસ નોંધાયા છે. આવા કપરા સમયમાં સયાજીના તબીબો કલાકો સુધી સર્જરી સહિતના કામ કરી લોકોની સેવામાં લાગ્યા છે. સયાજીમાં 2 માસમાં મ્યુકોરમાઇકોસીસની 480 સર્જરી સહિત અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 730 જેટલી સર્જરી કરાઈ છે.

અગાઉ વર્ષે સરેરાશ 4 કેસ મ્યુકોર માઇકોસીસના નોંધાતા હતા. કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસે આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. સયાજીમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીના આંખ અને તાળવા બચાવવા તબીબો સતત 16થી 18 કલાક કામ કરે છે. સયાજીના એસોસિએટ પ્રોફેસર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, હાલમાં સયાજીમાં મ્યુકોરમાઇકોસીસના વોર્ડમાં 17 રેસિડેન્ટ ડોક્ટર, 15 નર્સિંગ સ્ટાફ અને 7 ચોથા વર્ગના કર્મચારીઓ ફરજ બજાવે છે. રોજની સરેરાશ 30થી 35 સર્જરી કરાય છે.

પહેલાં સવારે 8.30 કલાકે સર્જરી શરૂ કરાતી હતી અને સાંજે 4 વાગે ઓપરેશન પૂર્ણ થતાં હતાં, પરંતુ હાલ કેસ વધતાં રાતે 1 વાગે છે. જેના કારણે બે શિફ્ટમાં કામગીરી કરાય છે. દર્દીનાં આંખ અને તાળવા બચી જાય એ અમારી પ્રાથમિકતા છે અને તેના માટે અમારી ટીમ 16થી 18 કલાક કામ કરે છે. ઓપરેશન પહેલાં મહત્ત્વનો રોલ ફિઝિશિયનનો છે. તેઓ દર્દીનું ડાયાબિટીસ કન્ટ્રોલ કરે છે. હવે તો નેફ્રોલોજિસ્ટ મળ્યા છે જેનાથી લીવરના દર્દીને કેવી રીતે ટ્રીટ કરવા તેનું માર્ગદર્શન મળશે.

મ્યુકોરમાઇકોસિસના વધુ 10 કેસ, 4નાં મોત
શહેરમાં મ્યુકોરમાઇકોસીસના કેસમાં અંશતઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે. શનિવારે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં નવા 10 કેસ નોંધાયા હતા. જોકે 24 કલાકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા 4 દર્દીનાં મોત થયાં હતા. શનિવારે 43 ઓપરેશનમાં એક દર્દીની એક આંખને દૂર કરાઈ હતી. 24 કલાકમાં 32 દર્દીની બાયોપ્સીને તપાસ અર્થે મોકલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...