તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Patient Undergoing Treatment At Sterling Hospital In Vadodara Committed Suicide By Jumping Out Of An ICU Window And Saying On The Phone For Two Days, 'Give Me Leave'.

દર્દીની આત્મહત્યા:વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીનો ICUની બારીમાંથી કૂદીને આપઘાત, બે દિવસથી ફોન પર કહેતા હતા કે, 'મને રજા આપી દો'

વડોદરા6 દિવસ પહેલા
મૃતકની ફાઇલ તસવીર અને સ્ટર્લિંગ હોસ્પિટલ
  • ICUની નાનકડી બારીમાંથી નીચે કૂદીને કેવી રીતે આપઘાત કરી શકે તેવા સવાલો ઉઠાવ્યા
  • ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી

વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હજી સુધી દર્દીની આત્મહત્યાનું કારણ અકબંધ છે. જોકે, બે દિવસથી દર્દી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપી ન હતી.

ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાતા હતા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામના રતનભાઇ તડવીને બોડેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે ત્યાંથી વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાતા હતા. બે દિવસથી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપી ન હતી. આ દરમિયાન આજે સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળની નાની બારીમાંથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો.

મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો
મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો
ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.

હજી સુધી દર્દીની આત્મહત્યાનું કારણ અકબંધ છે
હજી સુધી દર્દીની આત્મહત્યાનું કારણ અકબંધ છે

સ્ટર્લિંગ હોસ્પિટલમાં 8 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા
મૃતક રતનભાઇ તડવી GEBમાં નોકરી કરતા હતા. તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં 8 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે આઇસીયુના ત્રીજા માળ પરથી નીચે પટકાયા હતા. જોકે, નાનકડી બારીમાંથી નીચે કૂદીને કેવી રીતે આપઘાત કરી શકે તેવા સવાલો ઉઠાવ્યા હતા.

નાનકડી બારીમાંથી નીચે કૂદીને કેવી રીતે આપઘાત કરી શકે તેવા સવાલો ઉઠાવ્યા હતા
નાનકડી બારીમાંથી નીચે કૂદીને કેવી રીતે આપઘાત કરી શકે તેવા સવાલો ઉઠાવ્યા હતા
આપઘાત કર્યા બાદ પુરાવાનો નાશ કરાયો હોવાનો દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યાં હતા
આપઘાત કર્યા બાદ પુરાવાનો નાશ કરાયો હોવાનો દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યાં હતા
અન્ય સમાચારો પણ છે...