મક્કમ મનોબળ સામે કોરોના નબળો પડ્યો:ફેફસાંમાં 80 ટકા ઇન્ફેક્શન સાથે મોરબીથી વડોદરા આવેલા દર્દીએ રેમડેસિવિર વિના જ કોરોનાને હરાવ્યો

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમદાસ જલારામ હોસ્પિટલના તબીબોએ ચેલેન્જ લીધી ને 15 દિવસમાં દર્દીને ડિસ્ચાર્જ કર્યા

વારસિયા રિંગ રોડની પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં મોરબીથી ક્રિટિકલ કન્ડિશનમાં આવેલા દર્દીને 15 દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે 80 ટકા લંગ્સ ઇન્ફેક્શન વાળા દર્દીને હાલમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત વચ્ચે તેના વિના સાજો કરવામાં આવ્યો હતો.

20 દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
મોરબીના 47 વર્ષના હસમુખભાઈ વાંમજાને 20 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓએ 5 દિવસ સુધી મોરબીમાં સારવાર લીધી હતી. જોકે તબિયત ન સુધરતાં તેમને અમદાવાદ લવાયા હતા. ત્યાં તેઓને દિવસભર કોઇ સ્થળે બેડ ન મળતા અંતે તેઓને વડોદરાની વારસિયા રિંગ રોડની પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દી દાખલ થયા ત્યારે તેમના ફેફસામાં 80 ટકા ઇન્ફેક્શન હતું. NRBM 15 લીટર હતો. આવા સમયે દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા.

ડોક્ટરોએ આ કન્ડિશન ચેલેન્જ તરીકે સ્વીકારી
હોસ્પિટલના ટ્રસ્ટી સુનિલ પુરુષવાનીના જણાવ્યા અનુસાર આટલી ક્રિટિકલ કન્ડિશન સાથે અમારા તબીબોએ દર્દીને ચેલેન્જ રૂપે સ્વીકાર્યું હતું. રેમડેસીવીરની અછત ચાલી રહી છે તેવા સમયમાં દર્દીને રેમડેસીવીર વિના સારવાર શરૂ કરાઈ હતી. અંતે 15 દિવસ બાદ હસમુખભાઈ સ્વસ્થ થયા હતા. જેના કારણે પરિવારજનોએ તબીબોનો આભાર માન્યો હતો.

અમદાવાદમાં દાખલ કરવાની ના પાડી હતી
અમે મોરબીમાં સારવાર કરાવી, અમદાવાદમાં મારી કન્ડિશન જોઈને ખાનગી હોસ્પિટલમાં લેવાની ના પાડી. પછી અમે વડોદરા આવ્યા અને પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં સારવાર લીધી. 15 દિવસમાં સારી રીતે હું રિકવર થયો છું. હોસ્પિટલની સુવિધા, સ્ટાફની દેખરેખ જેવી બાબતો યોગ્ય રીતે થતા ક્રિટિકલ કંફિશન બાદ પણ સંપૂર્ણ સ્વસ્થ થયો છું. હું તબીબો, સ્ટાફ અને એડમીનના તબીબોનો દિલથી આભાર માનું છું. - હસમુખભાઈ વાંમજા, ડિસ્ચાર્જ લેનાર

અન્ય સમાચારો પણ છે...