તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઇશા હોસ્પિટલમાં કોલોનોસ્કોપી વેળા દર્દીનું મોત, 2 ડોઝ અપાયાનો આક્ષેપ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હર્નિયાથી પીડાતા વેપારી કોલોનો સ્કોપી કરાવવા ગયા હતા

શહેરના ગેંડા સર્કલ વિસ્તારમાં આવેલી ઇશા હોસ્પિટલમાં કોલોનો સ્કોપી દરમિયાન જ એક દર્દીનું તબીબનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલના તબીબ ગેસ્ટ્રોલોજિસ્ટ ડો.પંકજ જૈનની બેદરકારીથી આ મોત નિપજ્યું હોવાનો આક્ષેપ દર્દીના પરિવારજનોએ કર્યો હતો. અચાનક આ રીતે મોત થયા બાદ દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ સત્તાધીશો સામે આક્ષેપો કર્યા હતા.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા વેપારી ભેરુલાલ મહેશ્વરી (ઉવ.75)ને હર્નિયા અને વાયુ સંબંધિત તકલીફ હોવાથી તેઓ ફેમિલી ફિઝિશિયન પાસે ગયા હતા. જ્યાં ફિઝિશિયને તેમને સિટી સ્કેન અને કોલોનોસ્કોપી કરવાની સલાહ આપી હતી. શુક્રવારે ભેરુલાલનો સીટી સ્કેન કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે કોલોનો સ્કોપી માટે ઇશા હોસ્પિટલમાં તેઓ જાતે જ પરિવારજન સાથે પહોંચ્યા હતા. ત્યારે કોલોનોસ્કોપી દરમિયાન જ તેમનું સર્જરી ટેબલ પર મોત નિપજ્યું હતું. તેમના સંબંધીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમને એક ડોઝ આપ્યા બાદ કોલોનો સ્કોપી માટે સંતોષકારક સ્થિતિ ન જણાતા તેમને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમનું મોત નિપજ્યું હતું.

ઈશા હોસ્પિટલના ડો. પંકજ જૈને જણાવ્યું હતું કે, દર્દીને અનેક સમસ્યા હતી. તેમને દવાના એક કરતાં વધારે ડોઝ આપ્યા છે તે વાત ખોટી છે. અમે તેમને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. તબીબોને આશંકા છે કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...