તાબડતોબ કામગીરી:પેવરબ્લોકથી પેચવર્ક! પાલિકાએ એક જ દિવસમાં શહેરમાં 491 ખાડાનું પુરાણ કર્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નજીવા વરસાદમાં રોડ ધોવાતાં કોન્ટ્રાક્ટરોની બોદી કામગીરી ખુલ્લી પડી
  • સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 198 ખાડા અને સૌથી ઓછા 74 ખાડા વોર્ડ 18માં પૂરવા પડયા

શહેરમાં નજીવા વરસાદમાં ઠેક ઠેકાણે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જેમાં અનેક સ્થળોએ રોડ ધોવાઈ ગયા હતા અને ઠેર ઠેર ખાડા પડયા હતા. ત્યારે પાલિકાએ એક દિવસમાં 491 ખાડા પુરાણ કર્યા હતા. જેમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 198 અને સૌથી ઓછા 74 ખાડા વોર્ડ 18માં પુરવામાં આવ્યા હતા.

શહેરમાં મંગળવારે પડેલા નજીવા વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે પરેશાની થઈ હતી. જેમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે રોડ ધોવાઈ ગયા હતા. તેમજ અનેક ઠેકાણે મસમોટા ખાડા પડ્યા હતા. ત્યારે વિવિધ વિસ્તારોમાં પાણી ઉતરતા પાલિકાની ટીમોએ તાબડતોબ સર્વે કરી રોડા છારું તેમજ કપચીથી ખાડાઓનું પુરાણ કરવાનું શરૂ કર્યું હતું.

જેમાં એક દિવસમાં 491 ખાડાઓમાં પુરાણ કર્યું હતું. જેમાં સૌથી વધારે ખાડાઓનું પુરાણ દક્ષિણ ઝોનમાં કરવામાં આવ્યું હતું. પૂર્વ ઝોનમાં 92, પશ્ચિમ ઝોનમાં 80, ઉત્તર ઝોનમાં 121 અને દક્ષિણ ઝોનમાં 198 ખાડા પુર્યા છે. જેમાં સૌથી વધુ 74 ખાડા વોર્ડ18માં અને વોર્ડ 5માં સૌથી ઓછા 8 ખાડા પુર્યા હતા.

પાલિકાએ પ્રથમવાર પેચવર્કમાં પેવર બ્લોકનો ઉપયોગ કર્યો
પાલિકા અત્યારસુધી ખાડા રોડા છારું અને નાની કપચી ડામર મિક્સથી પૂરતા હતા. જોકે હાલમાં વરસાદમાં પાણીના કારણે ડામર ચોટતું નહિ હોવાથી પેચવર્ક માટે પહેલીવાર પેવરબ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિટી એન્જીનિયર અલ્પેશ મજમુદારે જણાવ્યું હતું કે અગાઉ કાઢી નાખવામાં આવેલા પેવર બ્લોકનો રિયુઝ કરવામાં આવ્યો છે. તેમજ તે મજબૂત અને ખસી નહિ શકે તેવા હોવાથી વધારે કારગત રહેશે. શહેરમાં 10થી 12 સ્થળોએ આ કામગીરી કરવામાં આવી છે.

ખાડા પૂરો પૈસા કમાવ: 3 દિવસની ઝુંબેશમાં લોકોએ 86 ખાડા પૂર્યા
શહેરમાં નજીવા વરસાદમાં પડેલા ખાડાઓ પુરવામાં તંત્ર ઉદાસીનતા દાખવતા ટીમ રિવોલ્યુશને કેમ્પઈન ચલાવી ખાડાઓ પૂરવાનું અભિયાન શરૂ કર્યુ હતું. જેમાં મહિલાઓ સહિતના રહીશોએ ત્રણ દિવસમાં અક્ષરચોક, અટલાદરા, કોયલી, ઉંડેરા, ગોરવા બાપુની દરગાહ, મધુનગર, ગેંડા સર્કલ, સનફાર્મા રોડ, વાઘોડિયા રોડ અને સમા વિસ્તારમાં 86 જેટલા ખાડા પુર્યા હતા. સંસ્થા દ્વારા ખાડા પુરનારને રૂપિયા 200 લેખે ચૂકવણું કરવામાં આવ્યું હતું.

તૂટેલા રોડનું ટેસ્ટિંગ કરાવો, ચરી બેસી હોય તો કોન્ટ્રાક્ટરને દંડ કરો
શહેરમાં નદીમાં વરસાદને કારણે પાણી ભરાવવા અને રોડ તૂટી જવાના બનાવને પગલે વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે જે વોર્ડમાં ચરી બેસી ગઈ હોય ત્યાંના ઇજારદારને ચરી પુરાવી તેનો ખર્ચ તેની પાસેથી જ વસૂલવો જોઈએ. તદુપરાંત રસ્તા તૂટ્યા હોય તો તેની સમય મર્યાદા મુજબ કોર ટેસ્ટ લઈ ચકાસણી કરાવી જોઈએ.

વરસાદી પાણી ભરાવાના કારણે ઠેર ઠેર ઝાડા ઉલટીના બનાવો અને બીમારી ફેલાઈ રહી છે. તેથી કોન્ટમિનેશન શોધી વોટર લોગીગના પ્રશ્નનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ. વરસાદ પછી વોટર લોગિંગ થવાથી પૂરની સ્થિતિનું નિમાર્ણ ન થાય તે માટે રિવ્યૂ કમિટી બનાવવી જોઇએ. દર વર્ષે 5થી 7 કરોડ રૂપિયા પ્રિમોન્સૂનની કામગીરી પાછળ ખર્ચ થયા બાદ આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો તે ભ્રષ્ટાચાર થયાનું સૂચવે છે.

કયા વોર્ડમાં કેટલા ખાડા પુરાયા

વોર્ડપુરાણ
117
234
321
419
58
622
728
822
914
1015
1115
1214
1321
1430
1513
1637
1751
1874
1936

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...