તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બરોડા ડેરી દ્વારા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા બુજેટા ગામની દૂધ ઉત્પાદક મંડળીના દૂધ ભરતા પશુપાલકોને છેલ્લા 60 દિવસથી દૂધનું પેમેન્ટ ન ચૂકવાતા અને એકાએક ગામની દૂધ ઉત્પાદક મંડળી બંધ કરી દેવાતા દૂધ ભરતા પશુપાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે પશુપાલકો દૂધ ભરેલા કેન ભરીને બરોડા ડેરી ખાતે ધસી આવ્યા હતા અને ગેટની બહાર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. પશુપાલકોએ જણાવ્યું હતું કે, અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસમાં ભૂખ હડતાલ પર ઊતરીશું.
ડેરીના વહીવટ કર્તાઓ સામે દેખાવો અને સૂત્રોચ્ચારો કર્યાં
વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની અગ્રણી બરોડા ડેરી દ્વારા નર્મદા જિલ્લાના તિલકવાડાના ભાવપુરા બુજેટા ગામની દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોને છેલ્લા 60 દિવસથી દૂધનું પેમેન્ટ ન ચૂકવાતા સભ્યોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો અને આજે એકાએક દૂધ ઉત્પાદક મંડળી બંધ કરી દેવાતા દૂધ ઉત્પાદકો દૂધ ભરેલા કેન લઈને બરોડા ડેરી ખાતે આવી પહોંચ્યા હતા અને બરોડા ડેરીના ગેટની બહાર દૂધ રસ્તા પર ઢોળીને ડેરીના વહીવટ કર્તાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તે સાથે દૂધ ઉત્પાદક સભ્યોએ છેલ્લા 60 દિવસથી ભરવામાં આવી રહેલા દૂધના નાણાં ચૂકવવા માટે ઉગ્ર માગણી કરી હતી અને ડેરીના વહીવટ કર્તાઓ સામે દેખાવો અને સૂત્રોચ્ચારો કર્યાં હતા.
60 દિવસના નાણાં ચૂકવવા માગ
દૂધ ઉત્પાદક સભ્યોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમારા ગામની દૂધ મંડળી બંધ કરી દેવામાં આવી છે અને અમારા ગામનું દૂધ અમારા ગામથી 5 કિ.મી. દૂર આવેલા બીજા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં ભરવા માટે જણાવવામાં આવ્યુ છે. તે સામે અમારો વિરોધ છે, પરંતુ, અમારી મંડળી ચાલુ રાખવામાં આવે અને છેલ્લા 60 દિવસ સુધી બરોડા ડેરી દ્વારા લેવામાં આવેલા દૂધના પુરેપુરા નાણાં ચૂકવવામાં આવે.
પશુપાલકોની આમરણાંત ઉપવાસની ચીમકી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો બરોડા ડેરીના ગેટ પાસે આમરણાંત ઉપવાસ પર બેસી જઈશું જેની જવાબદારી બરોડા ડેરીના વહીવટ કર્તાઓની રહેશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.
દૂધ ઢોળી દેતા ડેરીના ગેટ પાસે દૂધની રેલમછેલ થઈ
બરોડા ડેરીની ગેટની બહાર ભાવપુરા બુજેટા ગામના પશુપાલકોએ દૂધ ઢોળી દેતા ડેરીના ગેટ પાસે દૂધની રેલમછેલ થઈ હતી. રોડ ઉપર દૂધની રેલમછેલ થતાં પસાર થતા લોકો પણ ગામ લોકોનો વિરોધ જોઇ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ભાવપુરા બુજેટા ગામના લોકોએ જણાવ્યું હતું કે, કોરોના કાળના સમય દરમિયાન અને ગામના પશુપાલકો માટે એકમાત્ર આજીવિકાનું સાધન દૂધ છે, ત્યારે બરોડા ડેરી દ્વારા કોઈપણ જાતની જાણ કર્યાં વગર અમારા ગામની દૂધ મંડળી બંધ કરી દેવામાં આવતા દૂધ ઉત્પાદકોને આજે ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે અને છેલ્લા 60 દિવસથી અમને અમારા નાણાં ન મળતા દૂધ વેચીને ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની ગઈ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.