રખડતા ઢોરોનો ત્રાસ યથાવત:વડોદરાના આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે પશુપાલકે ગાયોને રોડ પર દોડાવી, ગાયે એક્ટિવાને અડફેટે લેતા એક યુવાન ઇજાગ્રસ્ત

વડોદરા13 દિવસ પહેલા
ગાયે એક્ટિવા ઉપર પસાર થઇ રહેલા યુવાનને અડફેટે લેતાં હાથમાં ઇજા થઇ
  • વડોદરામાં એક અઠવાડિયામાં ગાયના હુમલાની ત્રીજી ઘટના બની
  • પોલીસે ગાયના માલિકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે દોડતી જઇ રહેલી ગાયો પૈકી એક ગાયે એક્ટિવા ઉપર પસાર થઇ રહેલા યુવાનને અડફેટે લેતાં હાથમાં ઇજા થઇ હતી. આ ઘટના ગાય માલિકે ગાયો દોડાવતા બની હતી. પોલીસે ગાય માલિકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં ગાય દ્વારા કરવામા હુમલાનો ત્રીજો બનાવ છે.

એક્ટિવાને પણ નુકસાન થયું
આજે બપોરે વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી અસ્ફાક શેખ નામનો યુવાન એક્ટિવા લઇને આયુર્વેદિક ત્રણ રસ્તાથી આજવા રોડ જઇ રહ્યો હતો. દરમિયાન, ગૌપાલકે પોતાની ચાર જેટલી ગાયોને રોડ ઉપર ભગાવી હતી. જે પૈકી એક ગાયે પસાર થઇ રહેલા એક્ટિવા લઇને પસાર થઇ રહેલા અસ્ફાકને અડફેટે લેતાં રોડ ઉપર ફંગોળાઇ ગયો હતો. જેમાં તેણે હાથમાં ઇજા પહોચતા નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવમાં એક્ટિવાને પણ નુકસાન થયું હતું.

એક્ટિવાને પણ નુકસાન થયું હતું
એક્ટિવાને પણ નુકસાન થયું હતું

ગાય માલિકને પોલીસને સોંપ્યો
વાહનોથી ધમધમતા માર્ગ ઉપર આ બનાવ બનતા ટોળા ઉમટી પડ્યા હતાં. પરિણામે ટોળાના હાથમાં ગાયો ભગાડનાર ગૌપાલક પણ ઝડપાઇ ગયો હતો. ગૌપાલકે ઇજાગ્રસ્ત સામે પોતાની ભૂલ સ્વીકારી હતી. સાથે ખર્ચો આપવાની પણ તૈયારી બતાવી હતી. જોકે, ઇજાગ્રસ્ત અને ટોળાએ પોલીસ બોલાવી પોલીસ હવાલે કરી દીધો હતો અને જાહેર માર્ગ ઉપર જીવ જોખમાઇ તે રીતે ગાયો દોડાવનાર પશુ પાલક સામે રોષ ઠાલવ્યો હતો અને ગૌપાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસે ગાયના માલિકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી
પોલીસે ગાયના માલિકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી

બે દિવસ પહેલા આધેડને ગાયે ભેટી મારી હતી
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી મારતા 10 ફૂટ ફંગોળાઇ ગયા હતા. તે પહેલાં ગોરવા વિસ્તારમાં ઘર પાસે આધેડને ભેટી મારી હતી.

અન્ય સમાચારો પણ છે...