તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વડોદરામાં દોડતી સિટી બસોના મુસાફરોમાં જબરજસ્ત ઘટાડો, પહેલાં 1.25 લાખ અને હવે માત્ર 15000 જ મુસાફરોની મુસાફરી

વડોદરા10 દિવસ પહેલા
વિવિધ રૂટ ઉપર ફરતી બસો ખાલીખમ આવતી હોવાથી ડ્રાઇવરોના પગાર કાઢવો પણ મુશ્કેલ થઈ ગયો છે.
  • મુસાફરો સિટી બસમાં મુસાફરી કરતા ગભરાઇ રહ્યા છે

વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના પગલે વડોદરામાં દોડતી સિટી બસોના મુસાફરોમાં જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. કોરોનાની બીજી લહેર પૂર્વે 1.25 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. તેના બદલે છેલ્લા એક સપ્તાહથી 15000 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.

સિટી બસના મુસાફરોમાં દિવસે દિવસે ઘટાડો
વડોદરા શહેરમાં શહેરીજનોને બસની સુવિધા પૂરી પાડતા વિનાયક શહેરી બસ સેવાના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોના કેસના પગલે સિટી બસના મુસાફરોમાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે. પરિણામે આર્થિક ફટકો પડી રહ્યો છે. સીટી બસમાં મુસાફરી કરતા મુસાફરો કોરોના સંક્રમિત ન થાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમ છતાં કોરોનાના ગભરાટને કારણે મુસાફરો સિટી બસમાં મુસાફરી કરતા ગભરાઇ રહ્યા છે.

બસોની સુવિધા સામે મુસાફરો ન મળવાના કારણે આર્થિક ફટકો પડી રહ્યો છે.
બસોની સુવિધા સામે મુસાફરો ન મળવાના કારણે આર્થિક ફટકો પડી રહ્યો છે.

61 રૂટો પર 120 બસો દોડી રહી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના ની બીજી લહેર પૂર્વે મુસાફરો ગભરાટ વિના મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ જ્યારથી કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે ત્યારથી મુસાફરોમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જોકે અમારા બસ રૂટમાં અમે કોઇ ઘટાડો કર્યો નથી. હાલમાં કોરોના કેસો પરાકાષ્ઠાએ પહોંચ્યા હોવા છતાં, 61 રૂટો પર 120 બસો દોડાવી રહ્યા છે. બસોની સુવિધા સામે મુસાફરો ન મળવાના કારણે આર્થિક ફટકો પડી રહ્યો છે. વિવિધ રૂટ ઉપર ફરતી એસટી બસો ખાલીખમ આવતી હોવાથી ડ્રાઇવરોના પગાર કાઢવો પણ મુશ્કેલ થઈ ગયો છે.

બસ સ્ટેશનમાં એકલ દોકલ મુસાફરો નજરે પડી રહ્યા છે.
બસ સ્ટેશનમાં એકલ દોકલ મુસાફરો નજરે પડી રહ્યા છે.

સિટી બસો બંધ કરવાની નોબત આવે તેવી શક્યતા
વિનાયકના મેનેજર નરેન્દ્રસિંહ રાણા વધુ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર પૂર્વે સવા લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ છેલ્લા આઠ દિવસથી કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાના પગલે મુસાફરોમાં જબરજસ્ત ઘટાડો થઈ ગયો છે. છેલ્લા આઠ દિવસમાં સર્વે કરતા 15000 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જો આવી પરિસ્થિતિ આગામી દિવસોમાં રહેશે તો સિટી બસો બંધ કરવાની નોબત આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે સાંજના સમયે મુસાફરોમાં ધસારો રહેતો હતો. પરંતુ કોરોનાના કારણે મુસાફરો હવે ડેપો સુધી પણ આવતા નથી. મુસાફર બસમાં બેસવાને બદલે પોતાના પ્રાઈવેટ વાહનો અથવા તો ઓટો રીક્ષામાં સિંગલ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો