એરપોર્ટ પર મુસાફરોની મૂંઝવણ:એરપોર્ટ પર મુસાફરોની મૂંઝવણના રોજના 100થી વધુ કોલ કોરોનાનો રિપોર્ટ લાવવો પડશે, રાત્રે કર્ફ્યૂમાં ઘરે જઈ શકાશે?

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટની સ્થિતિ ફાયરબ્રિગેડ જેવી, ગાઇડ લાઇન અંગે મુસાફરોની સતત પૃચ્છા

વડોદરા એરપોર્ટની હાલત ફાયરબ્રિગેડની ઓફિસ જેવી થઇ છે. કોરોના દરમિયાન જૂનથી ડિસેમ્બર સુધી ફ્લાઇટની સંખ્યામાં અને મુસાફરોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાથી અવર-જવર કરતાં મુસાફરોમાં એરપોર્ટ ઉપર કઈ ગાઈડ લાઈનનું પાલન કરવાનું છે અને કયાં ડોક્યૂમેન્ટ સાથે રાખવાનાં છે તે અંગે ચિંતા પ્રવર્તી રહી છે. જેને પગલે પૂછપરછ માટે વડોદરા એરપોર્ટનો ફોન સતત રણકતો રહે છે. રોજ 100 જેટલા કોલ ગાઇડ લાઇનને લગતા આવે છે.

વડોદરા એરપોર્ટથી હાલ 12 ફલાઇટ કાર્યરત છે. 700 જેટલા પેસેન્જર રોજ આવ-જા કરે છે. પેસેન્જરના પૂછપરછ માટેના ફોન એર લાઇન્સ ઓફિસ અથવા તો ટર્મિનલ ઓફિસમાં સતત આવ્યા કરે છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવ્યા મુજબ મુંબઈમાં જ્યારથી RTझPCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે ત્યારથી પૂછપરછ વધી છે. જોકે વડોદરા એરપોર્ટ ઉપર કોઈ ટેસ્ટના રિપોર્ટની જરૂર નથી. જે લોકો પાસે ટેસ્ટનો રિપોર્ટ ન હોય તેમને મુંબઇ એરપોર્ટ પર ટેસ્ટ કરી આપવામાં આવે છે.

યાત્રીને ઘરે ઉતાર્યા બાદ ટેક્સી ચાલક ટિકિટના ફોટા પાડી લે છે
મુંબઈથી વડોદરા રાત્રે 8:30 વાગે આવતી ફ્લાઈટના મુસાફરોમાં ઘરે જવાની ચિંતા રહે છે. 9 વાગ્યાથી કર્ફ્યૂ શરૂ થતો હોવાથી પોલીસ ઘરે જવા દેશે કે નહીં તેવી પૂછપરછ કરાય છે. મુસાફરોને ઘરે ઉતારીને પરત જતા ટેક્સી ડ્રાઈવરને પોલીસ રોકે નહીં તે માટે તે ટિકિટ અને બોર્ડિંગનો ફોટો વોટ્સ અપ કરવાનું જણાવે છે, જેથી રાહત રહે અને મુસાફર સાથે કોન્ટેક્ટ કરી શકાય.

મુસાફરોના સવાલો

  • ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત છે કે નહીં
  • ફોટાની સાથે કયાં ડોક્યૂમેન્ટ લાવવાં
  • કેટલા કલાક પહેલા એરપોર્ટપર આવવું
  • એરપોર્ટની અંદર મૂકવા આવી શકે કે નહીં
  • રાતની ફ્લાઈટમાં ઊતર્યા પછી કર્ફ્યૂમાં ઘરે જવા દેશે કે નહીં
  • એરપોર્ટ પર કોઈ ટેસ્ટ થાય છે કે નહીં
અન્ય સમાચારો પણ છે...