તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:એરપોર્ટ પર કૂલિંગ ઓછું હોવાથી મુસાફરોનો હંગામો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લાઇટના સમય સિવાય ટેમ્પરેચર ઓછંુ રખાય છે

વડોદરા એરપોર્ટને મહિને બે કરોડ લોસ થઇ રહ્યો હોવાથી એરપોર્ટ સત્તાધીશો દ્વારા કરકસરના પગલાં લેવાઈ રહ્યા છે. જે અંગે મુસાફરો દ્વારા સુવિધાના અભાવના નામે હંગામો મચાવી ફરિયાદ કરાતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

વડોદરા એરપોર્ટ ખાતે સપ્તાહમાં 4 દિવસ 2 વાગ્યા સુધી ફ્લાઇટ હોય છે. જ્યારે બાકીના 3 દિવસ બપોરે 12 વાગે અને સાંજે 5 વાગે ફ્લાઇટ શિડયુલ હોવાથી બપોરે ટર્મિનલ બિલ્ડિંગના એસી બંધ કરાય છે. સાંજે ફરી એસી ચાલુ કરતાં કુલિંગ ઓછું હોવાથી મુસાફરો અકળાય છે. બે દિવસ અગાઉ કુલિંગ અોછું હોવાથી મુસાફરોઅે હોબાળો મચાવતાં ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી લોકોને સ્થિતિ અંગે વાકેફ કરતાં મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...