રાહત:540 દિવસ પછી કાલથી 16 ટ્રેનમાં પાસ હોલ્ડરો મુસાફરી કરી શકશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 હજાર પાસ હોલ્ડરને યાત્રા કરવા રેલવેની લીલી ઝંડી

કોરોનાને કારણે ટ્રેન વ્યવહાર બંધ થઇ ગયા બાદ 540 દિવસ પછી પાસ હોલ્ડરો ટ્રેનમાં 15 સપ્ટેમ્બરથી પુન: મુસાફરી કરી શકશેે. 23 માર્ચ, 2020ના રોજ કોરોનાના કારણે રેલ વ્યવહાર બંધ થયો હતો તે સાથે જ પાસ હોલ્ડરો અટવાઈ ગયા હતા. આ પછી કેટલાક મહિના બાદ કેટલીક ટ્રેનો શરૂ થઇ હતી, પરંતુ પાસ હોલ્ડરોને મંજૂરી અપાઈ ન હતી. વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માએ જણાવ્યું છે કે ‘વડોદરા ડિવિઝનની 16 પેસેન્જર, મેમુ અને ડેમુ ટ્રેનોમાં 15 સપ્ટેમ્બરથી પાસ હોલ્ડરો મુસાફરી કરી શકશે.

આ ટ્રેનોમાં વડોદરા-અમદાવાદ-વડોદરા મેમુ, સુરત-વડોદરા મેમુ, ભરૂચ- સુરત મેમુ, વડોદરા-સુરત-વડોદરા મેમુ, વડોદરા-અમદાવાદ-વડોદરા પેસેન્જર, વડોદરા-દાહોદ-વડોદરા મેમુનો સમાવેશ થાય છે. પાસ હોલ્ડર એસો.ના પ્રમુખ એામકારનાથ તિવારીએ જણાવ્યું કે ‘આ ટ્રેનોમાં છૂટ આપવાથી માંડ 2500-3000 પાસ હોલ્ડરોને ફાયદો થશે. પાસ હોલ્ડરોને ગુજરાત એકસપ્રેસ, ભિલાડ, ફિરોજપુરમાં પણ મંજૂરીની જરૂર હતી.

અન્ય સમાચારો પણ છે...