સ્પેશિયલના વાઘા:મુંબઇ તરફ જતી ટ્રેનોમાં 80 ટકા સીટો ખાલી છતાં પાસ હોલ્ડરને મંજૂરી નહીં

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ શરૂ થયેલી 156 ટ્રેનોમાં પાસ અને જનરલ ટિકિટ બંધ

અમદાવાદથી મુંબઇ જતી સવારની અંદાજે અડધો ડઝન જેટલી ટ્રેન 80 થી 60 ટકા જેટલી ખાલી જાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન થી અગાઉ 184 ટ્રેન પસાર થતી હતી તે પૈકી હાલ સ્પેશિયલ ટ્રેનનો વાઘા પહેરાવી 156 જેટલી ટ્રેન ફરી શરૂ કરાઇ છે પરંતુ સામાન્ય મુસાફરો અને નોકરિયાતોને ઉપયોગી થાય તેવી સુવિધાઓ બંધ કરાઇ છે.

રઝેડ આર યુ સી સી ના પૂર્વ સભ્ય રાકેશ શાહે જણાવ્યું હતું કે અંદાજે 15 હજાર ઉપરાંત પાસ હોલ્ડરો પૈકી માત્ર 10 ટકા પાસ હોલ્ડરો સવારની ટ્રેન નો ઉપયોગ કરે છે માત્ર બે ટ્રેન પાસ હોલ્ડરો માટે ચલાવાય છે. વેસ્ટર્ન રેલવે પેસેન્જર એસો.ના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ જણાવ્યું હતું કે સુરતની સવારની 1 મેમુમાં માત્ર ભરૂચ સુધી ટિકિટ અપાય છે. અન્ય ટ્રેનોમાં જનરલ ટિકિટ શરૂ કરાય તે જરૂરી છે.

ટ્રેનોમાં રિઝર્વેશન બાદ કેટલી સીટો ખાલી

ટ્રેન6 ઓકટો.7 ઓકટો.8 ઓકટો.9 ઓકટો.
ગુજરાત એક્સપ્રેસ451469468472
વડોદરા દહાણું રોડ1334133313281325
વલસાડ ઇન્ટરસિટી1093111011101121
ક્વિન1539157715721550

ગુજરાત ક્વીન, ગુજરાત એક્સપ્રેસ , ભીલાડ, સૌરાષ્ટ્ર પોરબંદર, દાહોદ વલસાડ ઇન્ટરસિટી અને કર્ણાવતી ટ્રેનોમાં અગાઉ પાસ હોલ્ડર અને જનરલ ટિકિટ હતી

અન્ય સમાચારો પણ છે...