તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:36 જૈનસંઘો અને ઉપાશ્રયોમાં પર્યુષણ પર્વની ઉજવણી થશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈનો આઠ દિવસ સુધી ઉપાસના કરી પ્રભુ આરાધનમાં લીન રહેશે
  • કોવીડ ગાઇડ લાઇનને અનુસરી તહેવારની ઉજવણી કરવામાં આવશે

3 સપ્ટેમ્બર થી જૈન સમાજના મહાપર્વ પર્યુષણના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. પર્યુષણ દરમિયાન દેશ-વિદેશમાં રહેતા જૈનો આઠ દિવસ સુધી ઉપવાસ કરીને પ્રભુ આરાધનામાં લીન રહેશે. જ્યારે શહેરના વિવિધ પ્રાચીન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાંઓને વિવિધ આંગીથી શણગારવામાં આવશે.ઉલ્લેખનિય છે કે, શહેરના 36 સંઘો અને ઉપાશ્રયોમાં કોવિડ ગાઈડલાઈનને અનુસરીને ગુરૂભગવંતોની નિશ્રામાં જ પર્યુષણનો તહેવાર ઉજવવામાં આવશે. પર્યુષણ મહાપર્વમાં જૈનો પુજા,પ્રવચન,પ્રતિક્રમણ,સ્વપ્નદર્શન,જન્મવાંચન,કલ્પસુત્ર-બારસાસુત્ર શ્રવણ વિગેરે આરાધના કરશે.

અલકાપુરી જૈન સંઘમાં 19 સપ્ટેમ્બરના રોજ તપસ્વીઓનું સન્માન કરવામાં આવશે.જૈન અગ્રણી દિપક શાહે વધુમાં જણાવ્યું હતું કે, પર્યુષણ ના પ્રથમ દિવસે પર્યુષણ ના પાંચ કર્તવ્યો,બીજા દિવસે શ્રાવક ના વાર્ષિક 11 કર્તવ્યો, ત્રીજા દિવસે પૌસધ કર્તવ્ય,ચોથા દિવસે શ્રી કલ્પસૂત્ર વાંચન,પાંચમા-છઠ્ઠા અને સાતમા દિવસે પણ કલ્પસૂત્રના વાંચન અને આઠમા દિવસે શ્રી કલ્પસૂત્રનું નવમું વ્યાખ્યાન બારસા સૂત્રનું વાંચન સહિત ની વિધિ કરવામાં આવશે.

જૈન આચાર્યોના જણાવ્યા અનુસાર,શાસ્ત્રમાં જણાવ્યું છે કે, પર્યુષણ સમુ કોઈ પર્વ નથી કે જ કર્મના મર્મનો ભેદ કરે. જેમ મંત્રોમાં નમસ્કાર મહામંત્ર,તીર્થોમાં શ્રી શત્રુંજય મહાતીર્થ,પર્વતોમાં મેરૂ પર્વત,નદીઓમાં ગંગા,સતીઓમાં સીતા માતા અને રાજાઓમાં શ્રીરામચંદ્ર ભગવાન વિખ્યાત છે. તેમ પર્વોમાં પણ પર્યુષણ જેવું મહાપર્વ જેવું બીજું કોઈ પર્વ નથી.

પર્યુષણનો પ્રથમ દિવસ અઠ્ઠાઈઘરના નામે પણ ઓળખાય છે. આઠ દિવસની પર્વારાધનામાં 8-8 દિવસ સુધી સંપુર્ણ ભોજનનો ત્યાગ કરી,માત્ર 7-8 કલાક ઉકાળેલું પાણી જ પીવાનું. તે સિવાય કોઈ પણ આહાર-પ્રવાહીનો ત્યાગ કરવો. જ્યારે સળંગ 8-8 દિવસ સુધી ઉપવાસ કરનારા આરાધકોમાં 5 થી 6 વર્ષના બાળકથી માંડીને 90 વર્ષ સુધીના વૃધ્ધોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...