તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરામાં બુધવારે સાંજે કોરોનાની વેક્સિનનો પહેલો જથ્થો ઓ.પી. રોડ ખાતે આવેલા વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં પહોંચ્યો હતો. વેક્સિન પહોંચાડવા માટે સ્પોશિયલ ટ્રક ડ્રાઇવ કરીને મૂળ હરિયાણાના પરવેશકુમાર શર્મા રીયલ લાઇફ હીરો જેવી ભૂમિકા ભજવી હતી. વડોદરા વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે આવ્યા બાદ પરવેઝે તેની માતાને વિડીયો કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, પોતે દેશ માટે કંઇ કર્યું તેની ખુશી થઈ રહી છે.
ખાસ પ્રકારના ટાસ્ક માટે જ મારી પસંદગી કરવામાં આવે છે
રાજ્યમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. તે પહેલા તમામ ડિસ્ટ્રીક્ટમાં મુખ્ય મથક પર નિયત કરેલો કોરોનાની વેક્સિન કોવિશિલ્ડનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. વેક્સિન પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર પરવેશકુમાર શર્માએ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું મુળ હરિયાણામાં આવેલા ગામનો રહેવાસી છું અને છેલ્લા 11 વર્ષથી ટ્રક ડ્રાઇવિંગનું કામ કરૂ છું. અત્યાર સુધી જ્યારે સમયની ચોક્સાઇ સાથે ડિલીવરી પહોંચાડવાની હોય મને કામ સોંપવામાં આવે છે. મારૂ કામ સુપર ફાસ્ટ ડિલીવરી પહોંચાડવાનું છે અને તેવા ખાસ પ્રકારના ટાસ્ક માટે જ મારી પસંદગી કરવામાં આવે છે.
મને અચાનક જ જાણ કરવામાં આવી કે, મારે વેક્સિન લઇને જવાનું છે
મંગળવારે રાત્રે મને જાણ અચાનક કરવામાં આવી હતી કે, મારે વેક્સિનનો ટ્રક લઇને જવાનું છે. વેક્સિન માટે જવાનું હોવાનું સાંભળીને મારામાં જોશ આવી ગયો હતો. હું પુનાથી વેક્સિન લઇને ગુજરાતના અનેક શહેરોમાં જઇ રહ્યો છું, તેવા સમાચાર મારા પરિવારજનોને આપ્યા, ત્યારે તેઓ ખુશખુશાલ થયા હતા. મારા માટે આ વર્ષની સૌથી મોટ સરપ્રાઇઝ હતી કે, મારે કંપનીમાંથી કોરોનાની વેક્સીન લઇને તેને શહેરોમાં પહોંચાડવાની છે. એક તરફ કોરોનાને કારણે દેશમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાની વેક્સીનની લોકો આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા છે. તેવા સમયે મને કોરોનાની વેક્સિનને કંપનીમાંથી લઇને વિવિધ સેન્ટર પર પહોંચાડવાની તક મળી હતી. મને જાણ કર્યાંના ગણતરીના સમયમાં હું ટ્રક લઇને રવાના થયો હતો.
પહેલા દમણ, પછી સુરત અને હવે વડોદરા આવી પહોંચ્યો છું
મંગળવારે રાત્રે 9 વાગ્યે હું પુનાથી વેક્સિન ટ્રક લઇને નિકળ્યો હતો. પહેલા દમણ, પછી સુરત અને હવે વડોદરા આવી પહોંચ્યો છું. કોઇ પણ જગ્યાએ અટક્યા વગર ગઇ કાલથી હું કોરોનાની વેક્સિન લઇને વડોદરા આવી પહોંચ્યો છું. અત્યારે મારા શરીરમાં થાકનો બિલકુલ અહેસાસ નથી થતો. વડોદરા આવ્યા પછી પરવેશકુમાર શર્માના મોઢા પર થાક નહીં પરંતુ ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાની ખુશી વ્યક્ત કરવા માટે વડોદરા વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે આવ્યા બાદ પરવેઝે તેની માતાને વિડીયો કોલ કર્યો હતો. અને પોતે દેશ માટે કંઇ કર્યું હોય તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.
વેક્સિન સત્વરે સેન્ટર સુધી પહોંચે તે માટે ગ્રીન કોરીડોર કરાયો હતો
કોરોનાની વેક્સિન સત્વરે સેન્ટર સુધી પહોંચે તે માટે ગ્રીન કોરીડોર કરવામાં આવ્યો હતો. વડોદરામાં શહેરમાં આવતાની સાથે પોલીસની બે પીસીઆર વાન એસ્કોર્ટ કરીને ટ્રાફીકમાંથી ઝડપથી પસાર થાય તેવી સુવિધા કરી આપવામાં આવી હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.