એવોર્ડ એનાયત કરાયો:પારુલ યુનિવર્સિટીને શ્રેષ્ઠ કૃષિ કોલેજનો કેટેગરી એવોર્ડ અપાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એડ્યુફ્યુચર એવોર્ડ સેરેમની દરમિયાન પસંદગી કરાઈ
  • કૃષિ શિક્ષણને સમાધાન બેઝ્ડ મોડેલમાં ડિઝાઇન કર્યું

પારુલ યુનિવર્સિટીની કૃષિ કોલેજને સૌથી ઊભરતી કૃષિ સંસ્થા તરીકેનો એવોર્ડ એનાયત કરાયો હતો. તાજેતરમાં યોજાયેલા એડ્યુફ્યુચર એવોર્ડ સેરેમની દરમિયાન આ પસંદગી કરાઈ હતી. ડેન્માર્ડ કિંગડમ ઓફ ઇન્ડિયાના આઇઆઇએમ કોઝિકોડના ડિરેક્ટર પ્રો.દેબાશિષ ચેટરજી, આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર ડો. હરિશ ચૌધરી અને ભારતીય ફિલ્મ ડિરેક્ટર પાર્થો ઘોષ જેવા નામાંકિત વ્યક્તિઓની મલ્ટી સેક્ટોરિયલ પેનલ દ્વારા ગુણવત્તા ચકાસણી હાથ ધરાઇ હતી.

પારુલ યુનિ.ના પ્રમુખ દેવાંશુ પટેલે જણાવ્યું કે, ‘યુનિવર્સિટીએ અમારા કૃષિ શિક્ષણને સોલ્યૂશન આધારિત મોડેલમાં ડિઝાઇન કર્યું છે. જેને લીધે અમારા વિદ્યાર્થીઓએ ખેડૂતોના રિયલ ટાઇમ પડકારોના ઉકેલ માટે અને કૃષિ અર્થતંત્રને વેગ આપવા શક્ય ઉપાયો અને તકનીકની ખોજ સતત ચાલુ રખાઈ રહી છે. ’ ઝી ડિજિટલ દ્વારા એનાયત સમારોહમાં કેન્દ્રિય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયલે અને એઆઇસીટીઇના અધ્યક્ષ ડો.અનિલ સહસ્ત્રબુદ્ઘેએ જાહેર અને ખાનગી સંસ્થાઓમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહિત કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...