• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Parul University Student Harshil Patel Won A Gold Medal In The Powerlifting Open National Championship And Qualified For The Asian Games.

ગુજરાતનું ગૌરવ:પાવરલિફ્ટિંગ ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં વડોદરાની પારૂલ યુનિ.ના 21 વર્ષીય વિદ્યાર્થી હર્ષિલ પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો, એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ કર્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં યોજાયેલી એસોસિએશન ફેર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઓપન નેશનલ ચેમ્પિયનશિપ-2021માં ગુજરાતનું નામ રોશન કર્યું - Divya Bhaskar
તાજેતરમાં યોજાયેલી એસોસિએશન ફેર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઓપન નેશનલ ચેમ્પિયનશિપ-2021માં ગુજરાતનું નામ રોશન કર્યું
  • નેશનલ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી 150 પાવર લિફ્ટરે ભાગ લીધો હતો

તાજેતરમાં સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના સ્પર્ધકોએ અનેક મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, રમતના વિકાસમાં અને યુવાન પ્રતિભાશાળી યુવાનોની તાલીમમાં રોકાણ કરવાથી આપણા રાષ્ટ્રને નામના અપાવી શકાય છે. વડોદરાની પારૂલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હર્ષિલ પટેલ એક એવો પ્રતિભાશાળી અને લાયક યુવાન રમતવીર છે જેમણે તાજેતરમાં યોજાયેલી એસોસિએશન ફેર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઓપન નેશનલ ચેમ્પિયનશિપ-2021માં યુનિવર્સિટી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

નડિયાદમાં ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
ઓપન નેશનલ ચેમ્પિયનશિપ-2021માં પારૂલ યુનિવર્સિટીમાં કૃષિ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં 21 વર્ષીય વિદ્યાર્થી હર્ષિલ પટેલે ભવ્ય પ્રદર્શન કર્યું હતું. જેણે નડિયાદમાં યોજાયેલી ઓપન નેશનલ ચેમ્પિયનશિપ-2021માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એસોસિએશન ફેર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા ખેલો ઇન્ડિયા અને ફ્ટિ ઇન્ડિયા અંતર્ગત પાવર લિફ્ટિંગ, વેઇટ લિફ્ટિંગ, એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, ફૂટબોલ, જુડો સહિતની રમતો માટે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેશનલ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી 150 પાવર લિફ્ટરે ભાગ લીધો હતો
નેશનલ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી 150 પાવર લિફ્ટરે ભાગ લીધો હતો

150 પાવર લિફ્ટરે ભાગ લીધો
નેશનલ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી વિવિધ વજનની ક્ષેણીમાં લગભગ 150 પાવર લિફ્ટરે ભાગ લીધો હતો. જેમાં હર્ષિલ પટેલે 60-66 કિગ્રાની(સિનિયર) અને પાવરલિફ્ટેડ 180 કિલો ડેડલિફ્ટ, 140 કિલો સ્ક્વોટ્સ અને 100 કિલો બેન્ચ જીતી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ જીતને કારણે હર્ષિલ આગામી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ થયો છે. એસોસિએશન ફેર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ આયોજીત નેશનલ્સમાં તેની પ્રભાવશાળી જીત ઉપરાંત, હર્ષિલે ફ્રેબ્રુઆરી-2021માં બેંગ્લોરમાં આયોજિત નેશનલ ગેમ્સમાં પાવર લિફ્ટિંગમાં સિલ્વર સહિત અનેક જિલ્લા અને રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ પણ જીતી છે.

હર્ષિલ આગામી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ થયો છે
હર્ષિલ આગામી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ થયો છે

વજન ઘટાડવા અને ફ્ટિ રહેવાના હેતુથી જીમ શરૂ કર્યું
તેની તૈયારી વિશે પૂછવામાં આવતા હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે, મેં વજન ઘટાડવા અને ફ્ટિ રહેવાના હેતુથી જીમ શરૂ કર્યું, પણ રસ્તામાં પાવર લિફ્ટિંગ સાથે મને પ્રેમ થઇ ગયો. પારૂલ યુનિવર્સિટીમાં કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરતાં સમયે શારીરિક તાલીમ અને કડક આહાર સાથે 2 વર્ષની સતત મહેનતને કારણે જ આ પરિણામ મેળવવું શક્ય બન્યું છે. આ બધુ જ ઘણું મુશ્કેલ હતું પરંતુ મારા પ્રોફેસરો અને યુનિવર્સિટી મેનેજમેન્ટના સંપૂર્ણ સાથ, સહાકાર અને જરૂરી માર્ગદર્શનથી હું આ સિદ્ધી મેળવી શક્યો છું. તદુપરાંત, કેમ્પસની મધ્યમાં જ અદ્યતન વ્યાયામશાળાની સુવિધા, એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે મને સમય મળે ત્યારે હું ઝડપી તાલીમ અને વર્કઆઉટ કરી શકું છું.

અન્ય સમાચારો પણ છે...